પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે વિશ્વ ઉમિયાધામનું મહા ભૂમિપૂજન જાસપુર ગામ પાસે કરવામાં આવ્યુ હતું. જ્યાં તેઓએ 41 ફૂટ ઊંચી મા ઉમિયાની પ્રતિમાના દર્શન કર્યા હતા. સાથે જ 51 ફૂટ ઊંચા ત્રિશૂળનું પૂજન પણ કરવામાં આવ્યું હતું. 11,000 યજમાનો દ્વારા મા ઉમિયાનું પૂજન કરવામાં આવ્યુ હતુ, જેનો વર્લ્ડ રેકોર્ડ પણ સ્થપાશેો
PM મોદીએ પોતાનું સંબોધન બોલ મારી 'મા, જય ઉમિયા મા, હર હર મહાદેવ, ભારત માતા કી જયના ત્રણ જયકાર બોલાવ્યા બાદ શરૂ કર્યું હતુ. તેઓએ પ્રયાગરાજના કુંભમેળાની વાત કરતા જણાવ્યું હતુ કે, આ વખતે સ્વચ્છતાની વાત વિશ્વના અખબારોમાં થઇ. હજારો વર્ષોનો આપણો ઈતિહાસ છે કે, આ દેશને ઋષિ, ખેડૂતો, ગુરુ, શિક્ષકોના યોગદાનથી મળ્યુ છે.'
પીએમ મોદીએ પોતાના સંબોધનમાં ભ્રૂણ હત્યાનો મુદ્દો ઉઠાવતા કહ્યું હતુ કે, જો આપણે માતા ઉમિયાની પુજા કરતા હોય, અને ભ્રૂણહત્યા કરીએ તો માતા ઉમિયા આપણને માફ ન કરે. હું પહેલા ઉંઝાથી ખુબ નારાજ રહેતો હતો, કેમ કે ત્યાં દિકરીઓની સંખ્યા ખુબ જ ઓછી હતી. સાથે જ તેઓએ ક્યારેય ભ્રૂણ હત્યા નહીં કરીએના શપથ લેવડાવ્યા હતા.
પીએમ મોદીએ દીકરીઓના વખાણ કરતા કહ્યું હતુ કે, દીકરી હંમેશાં સમાજમાં આગળ છે. કોઈ પણ ક્ષેત્રમાં આજે દીકરી વધુ ગોલ્ડ મેડલ જીતે છે, દીકરો હશે તો ઘડપણ સારુ જશેની માન્યતાને ખોટી ગણાવતા પ્રધાનમંત્રીએ કહ્યું હતુ કે, ચાર ચાર બંગલાઓ હોવા છતાં મા-બાપને વૃદ્ધાશ્રમમાં રહેવું પડે છે. નશાના રસ્તે જતા પણ પોતાના બાળકોને બચાવવા માટે પીએમ મોદીએ લોકોને હાકલ કરી હતી.
સાથે જ પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં ચૂંટણી લક્ષી મહત્વનું નિવેદન આપતા જણાવ્યુ હતુ કે, 2019 પછી પણ હું જ છું તેની ચિંતા ન કરતા, તેમણે કહ્યું કે, ભારત સરકારે આમાં કંઈ પણ કરવું હોય તો દિલ્હીમાં જે ઘર છે તે તમારું જ છે.