2019ના પહેલા ચરણનું મતદાન પુરુ થઈ ગયુ છે. ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા અને ઉત્તરાખંડ સહિત કુલ 20 રાજ્યોની 91 લોકસભા સીટો પર મતદાન પુરુ થઈ ગયુ છે. પશ્ચિમ યૂપીની 8 લોકસભા સીટો પર સાંજે 5 વાગ્યા સુધી 63.69% ટકા વોટિંગ થયુ છે. જેમાં સૌથી વધારે સહારનપુર સીટ પર 70.68% મતદાન થયુ છે.
જ્યારે બિહારમાં 5 વાગ્યા સુધી વોટિંગની ટકાવારી 50.26% રહી. તેલંગાણામાં સાંજે 5 વાગ્યા સુધી 60.57% મતદાન રહ્યું. બીજી તરફ આંધ્ર પ્રદેશમાં પોલિંગ બૂથ પર હિંસા જોવા મળી, જ્યાં 2 પાર્ટીઓના 2 કાર્યકર્તાઓના મોત થઈ ગયા છે.
પહેલા ચરણ અંતર્ગત પશ્ચિમ યૂપીની 8 સીટ લોકસભા ચૂંટણી 2019ની રાજકીય દ્રષ્ટીએ મહત્વપૂર્ણ છે. તેમાં ગૌતમબુદ્ધનગર, ગાજિયાબાદ, બાગપત, મેરઠ, કૈરાના, મુઝફ્ફરનગર, સહારનપુર અને બિજનૌર સીટ સામેલ છે.
આ સીટો પર સાંજે 6 વાગ્યા સુધી લગભગ 63.69% ટકા વોટિંગ થયુ છે. જ્યારે બિહારમાં સાંજે પાંચ વાગ્યા સુધીમાં 50.26% તેલંગાણામાં 60.57%, મેઘાલયમાં 62%, મણીપુરમાં 78.20%, આંધ્રપ્રદેશમાં 65.96%, ઉત્તરાખંડમાં 57.85% અને અસમમાં સાંજ સુધી 68% વોટિંગ થયુ છે.
સાંજે 5 વાગ્યા સુધી યૂપીની આઠ સીટો પર વોટિંગની ટકાવારી
સહારનપુર- 70.68%
કૈરાના- 62.10%
મુઝફ્ફરનગર- 66.66%
બિજનૌર- 65.40%
મેરઠ- 63%
બાગપત- 63.90%
ગાજિયાબાદ- 57.60%
ગૌતમબદ્ધનગર- 60.15%
એટલે કે સાંજે પાંચ વાગ્યા સુધીના વોટિંગ ટકાવારી જોવામાં આવે તો સૌથી વધારે ટર્નાઉટ સહારનપુર સીટ પર જોવા મળી છે. આ તે જ લોકસભા વિસ્તાર છે, જ્યાં દેવબંધમાં સપા-બસપા અને આરએલડી ગઠબંધને પહેલી સંયુક્ત રેલી કરી હતી. સાથે જ બસપાના રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતીએ અહીં મુસલમાનોને વોટ ન વહેંચાવવાની અપીલ કરી હતી.