કેરાનામાં મતદાન કેન્દ્રમાં ઘુસવા પર ફાયરિંગની ખબર પર જિલ્લાધિકારીએ કહ્યું છે, 'બીએસએફના જવાનોએ સુરક્ષા કારણોસર હવામાં ગોળી ચલાવી હતી. કેટલાક લોકો વગર ઓળખાણ પત્રએ વોટ નાખવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. હવે વોટિંગ બીજીવાર શરૂ થઈ ગયુ છે.' સીધીપેટ જિલ્લામાં તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ અને તેમના પત્નીએ વોટિંગ કર્યુ.
બિજનોરમાં ઈવીએમમાં કમળનું બટન દબાવવા પર હાથીનું બટન દબવાના આરોપો પર સેક્ટર મેજિસ્ટ્રેટ રાકેશ કુમારે એવી કોઈ પણ ઘટનાનો મનાઈ ફરમાવી દીધી છે. તેઓએ કહ્યું છે કે ચૂંટણી શાંતિપુર્ણ રીતે થઈ રહી છે. મૉક પોલિંગ દરમિયાન કેટલીક મુશ્કેલી હતી જે દુર કરી લેવામાં આવી છે.
નોએડામાં નમો બ્રાન્ડિંગવાળા ખાવાના પેકેટો પર છેડાયેલા વિવાદ વચ્ચે અતિરિક્ત મુખ્ય ચૂંટણી અધિકારી બીઆર તિવારીએ કહ્યું છે કે અમે મીડિયા મારફતે આ જાણકારી મળી છે. આ નમો નામથી 10 વર્ષ જૂની દુકાન છે. જેને મીડિયામાં ખોટી રીતે દેખાડવામાં આવી રહ્યુ છે.