જો કે 1 ડિસેમ્બરથી ઘણી વસ્તુઓના ભાવમાં ફેરફાર થવા જઈ રહ્યા છે તો ઘણી વસ્તુઓ મોંઘી થઈ જશે. કેટલાક પર વર્તમાન ઓફર સમાપ્ત થશે. 1 ડિસેમ્બરથી થનારા ફેરફાર પર એક નજર કરીએ.
ગેસ સિલેન્ડરના ભાવ
સરકારી તેલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવની સમીક્ષા કરે છે. જે બાદ આ કંપનીઓ દ્વારા દર મહિનાની પહેલી તારીખે કોમર્શિયલ અને ડોમેસ્ટિક એલપીજી સિલિન્ડરના નવા દર જારી કરવામાં આવે છે.
આ સમીક્ષામાં નક્કી કરવામાં આવે છે કે એલપીજી સિલિન્ડરની કિંમત વધશે કે ઘટશે. એવું પણ બને છે કે કિંમતોમાં કોઈ ફેરફાર થતો નથી. જોકે એવું માનવામાં આવે છે કે એલપીજી સિલિન્ડરની કિંમતોમાં થોડો ઘટાડો થઈ શકે છે.
હોમ લોન ઑફર
તહેવારોની મોસમ દરમિયાન મોટાભાગની બેંકો અલગ-અલગ હોમ લોન ઓફર લઈને આવી હતી. જેનો ગ્રાહકો હજુ પણ લાભ લઈ શકશે. આમાં, સસ્તા વ્યાજ દરો અને શૂન્ય પ્રોસેસિંગ ફી જેવી ઑફરો પણ સામેલ છે.
જો કે, મોટાભાગની બેંકોની ઓફર 31 ડિસેમ્બર, 2021ના રોજ સમાપ્ત થશે. પરંતુ LIC હાઉસિંગ ફાઇનાન્સની ઑફર 30 નવેમ્બરના રોજ સમાપ્ત થઈ રહી છે, જે ફક્ત 6.66 ટકાના દરે હોમ લોન આપતી હતી.
SBI Credit Card
જો તમે SBI ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો, તો 1 ડિસેમ્બરથી SBI ક્રેડિટ કાર્ડથી EMI પર ખરીદી કરવી મોંઘી થઈ જશે. હાલમાં, SBI કાર્ડનો ઉપયોગ કરવા માટે માત્ર વ્યાજ ચૂકવવું પડે છે, પરંતુ 1 ડિસેમ્બરથી, SBI Cards & Payment Services Private Limited (SBICPSL)એ જાહેરાત કરી છે કે EMI ટ્રાન્જેક્શન માટે, હવે કાર્ડધારકોને 99 રૂપિયાની પ્રોસેસિંગ ફી ચૂકવવી પડશે અને તેના પર ટેક્સ પણ ભરવો પડશે.
રિલાયન્સ જિયોનું પ્રીપેડ મોબાઈલ રિચાર્જ પ્લાન મોંઘુ
ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયાએ પહેલેથી જ પ્રીપેડ મોબાઈલ ટેરિફમાં વધારો કર્યો છે. હવે રિલાયન્સ જિયોએ પણ પ્રીપેડ મોબાઈલ ટેરિફ વધારવાનો નિર્ણય લીધો છે જે 1લી ડિસેમ્બરથી લાગુ થવા જઈ રહ્યો છે. રિલાયન્સ જિયોના પ્રીપેડ ગ્રાહકોએ 8 થી 20 ટકા વધુ પૈસા ચૂકવવા પડશે.
માચિસના ભાવમાં વધારો
14 વર્ષ બાદ માચિસની કિંમતોના ભાવ વધશે. મેચબોક્સની કિંમત વર્તમાન ₹1થી વધારીને ₹2 કરવામાં આવશે. હવે રૂ.2ના માચીસના બોક્સમાં 50 સળીઓ મળશે. કાચા માલની કિંમત વધવાને કારણે માચિસ મોંઘી થઈ રહી છે.
PNB ગ્રાહકોને ઝટકો
પંજાબ નેશનલ બેંક (PNB)એ તેમના બચત ખાતા ધારકોને મોટો ઝટકો આપ્યો છે. વાસ્તવમાં બચત ખાતાના વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. હવે વાર્ષિક વ્યાજ દર 2.90 ટકાથી ઘટીને 2.80 ટકા થઈ ગયું છે. નવા દરો 1 ડિસેમ્બરથી લાગુ થશે.