આમ તો ભારતમાં હવે 5Gની ટેસ્ટિંગ અંતિમ ચરણમાં છે અને 5G સ્પેક્ટ્રમની હરાજી પણ થઈ રહી છે, પરંતુ ભારતમાં 4G આવ્યા બાદથી ઈન્ટરનેટ ડેટાની કિંમતમાં જે ભારે ઘટડો થયો હતો, તેને સદીઓ સુધી યાદ રાખવામાં આવશે. જોકે, હવે ડેટાની કિંમત ફરીથી વધું થઈ ગઈ છે. હવે આપણે 3Gની તુલનામાં ઘણી ઓછી કિંમતમાં ઈન્ટરનેટ ડેટાનો ઉપયોગ કરીએ છીએ. શું તમે જાણો છો કે એક દેશ એવો પણ છે જ્યાં એક જીબી ઈન્ટરનેટ ડેટા માટે 3500 રૂપિયા ચૂકવવા પડે છે. ચાલો જાણીએ આ લિસ્ટ અને જાણીએ ડેટાની કિંમતોની લિસ્ટમાં ભારત કયું સ્થાન ધરાવે છે.
દક્ષિણ એટલાન્ટિક મહાસાગરના બ્રિટિશ ક્ષેત્રમાં સેન્ટ હેલેના નામનો એક દેશ છે, અહીં એક જીબી ડેટાની કિંમત લગભગ 41 ડોલર છે, જ્યારે સૌથી ઓછી કિંમત ઇઝરાયેલમાં છે, જ્યાં એક જીબી ઇન્ટરનેટ ડેટાની કિંમત માત્ર 3 રૂપિયા છે.
હકીકતમાં, 233 દેશોમાં ઈન્ટરનેટ ડેટાની કિંમતોની સરખામણી કરતી વર્લ્ડ વાઈડ મોબાઈલ ડેટા પ્રાઇસિંગ 2022ની યાદી બહાર પાડવામાં આવી છે. આ યાદી અનુસાર સૌથી સસ્તો ઈન્ટરનેટ ડેટા ઈઝરાયેલમાં છે જ્યારે સૌથી મોંઘો ડેટા સેન્ટ હેલેનામાં છે.
રિપોર્ટ અનુસાર ભારતમાં ઈન્ટરનેટ ડેટા ઘણો સસ્તો છે, તેથી તેની માંગ પણ વધારે છે. સસ્તા ડેટાની આ યાદીમાં ભારત પાંચમા નંબર પર છે, અહીં આપણે 1 જીબી ઇન્ટરનેટ ડેટા માટે લગભગ 14 રૂપિયા ચૂકવવા પડે છે. ભારત પહેલા ઇઝરાયેલ (લગભગ 3 રૂપિયા), ઇટાલી (લગભગ 10 રૂપિયા), સાન મૈરિનો (લગભગ 11 રૂપિયા) અને ફિજીમાં 1 જીબી ઇન્ટરનેટ ડેટાની કિંમત 12 રૂપિયાની આસપાસ છે. આ પછી ભારતનો નંબર આવે છે.
અહીં ઇન્ટરનેટ છે સૌથી મોંઘુ
આ યાદીમાં પાકિસ્તાન 13માં નંબર પર છે, અહીં એક જીબી ઈન્ટરનેટ ડેટાની કિંમત લગભગ 29 રૂપિયા છે. યુએસમાં ડેટાની કિંમતને લિસ્ટમાં એવરેજ માનવામાં આવી છે, અહીં એક GB માટે 4.98 ડોલર એટલે કે લગભગ 400 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે ઈન્ટરનેટ સેન્ટ હેલેના, ફોકલેન્ડ ટાપુઓ, સો ટોમે અને પ્રિન્સિપે, ટોકેલાઉ અને યમનમાં સૌથી મોંઘું છે.