લગભગ 34 વર્ષ બાદ 1984 શીખ દંગા સાથે જોડાયેલા મામલે દિલ્હી હાઈકોર્ટેની ડબલ બેંચે સોમવારે નીચલી અદાલતના નિર્ણયને પલટતા સજ્જન કુમારને દંગા માટે દોષી કરાર ઠેરવતા આજીવનકેદની સજા આપી છે. તેમને અપરાધિક ષડયંત્ર રચવા, હિંસા કરાવવા અને દંગા ભડકાવવાના દોષી ઠેરવ્યા.
આ પહેલી વખત છે જ્યારે 34 વર્ષ જૂના આ મામલે સજ્જનને દોષી ઠેરવવામાં આવ્યા છે. આ મામલો એક હત્યાકાંડ સાથે જોડાયેલો છે જેમાં નવેમ્બર 1984એ દિલ્હી છાવણીના રાજનગર વિસ્તારમાં એક જ પરિવારના પાંચ સભ્યોને મારી નાખવામાં આવ્યા હતા. ય આ હત્યાકાંડમાં કોંગ્રેસ નેતા સજ્જન કુમાર પણ આરોપી છે.
આ મામલે હાઈકોર્ટેની ડબલ બેંચના જસ્ટિસ એસ મુરલીધર અને જસ્ટિસ વિનોદ ગોયલની બેંચે ગઈ 29 ઓક્ટોબરે સીબીઆઈ, પીડિતો અને ગુનેગારો તરફથી દાખલ અપીલો પર દલીલો સંભાળવ્યા બાદ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખી લીધો હતો. દિલ્હી હાઈકોર્ટમાં કુલ 7 અપીલ છે જેના પર સોમવારે દિલ્હી હાઈકોર્ટે પોતાનો નિર્ણય સંભળાવવાનો છે.
આ પહેલા 1984 શીખ દંગા મામલામાં 2013માં કોંગ્રેસ નેતા સજ્જન કુમારને નીચલી અદાલતે નિર્દોષ છોડ્યા હતા, જ્યારે સજ્જન કુમાર ઉપરાંત બાકીના આરપીઓને કોર્ટે દોષી કરાર આપ્યો હતો. તેમાં પૂર્વ કોંગ્રેસ કઉન્સિલર બલવાન ખોખર, કેપ્ટન ભાગમલ, ગિરધારી લાલ અને બે અન્ય લોકો સામેલ હતા.
કોર્ટે પોતાના નિર્ણયમાં તેમને દંગો ભડકાવવામાં દોષી માન્યા હતા અને પૂર્વ કોંગ્રેસ કાઉન્સિલર બલવાન ખોખર, ભાગમલ અને ગિરધારી લાલને આજીવન કારાવાસની સજા સંભળાવી હતી, જ્યારે પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર યાદવ અને કિશન ખોખરને ત્રણ ત્રણ વર્ષના કારાવાસની સજા સંભળાવવામાં આવી હતી.
નીચલી અદાલતના આ નિર્ણયને ગુનેગારોએ દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો હતો. તદ્દપરાંત સીબીઆઈ અને પીડિતોએ પણ કોંગ્રેસ નેતા સજ્જન કુમારને નિર્દોષ છોડવા બાબતે નીચલી અદાલતના નિર્ણય વિરુદ્ધ હાઈકોર્ટેમાં અપીલ દાખલ કરી અને સજ્જન કુમાર સહીત તમામ ગુનેગારો પર આરોપ લગાવ્યો હતો કે દંગા ભડકાવવા પાછળ આ લોકોનો હાથ છે.
દિલ્હી હાઈકોર્ટથી આવનારો નિર્ણય એ સ્પષ્ટ કરશે કે સજ્જન કુમાર અને કોંગ્રેસ માટે આજનો દિવસ રાહત ભર્યો હશે કે આફત ભર્યો. રસપ્રદ એ પણ છે કે કાલે જ કમલનાથ મધ્ય-પ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લઈ રહ્યા છે અને તેમને મુખ્યમંત્રી બનાવવાને લઈ શીખ સમુદાયોને આપત્તિ છે. જેમાં મુખ્ય કારણ તે આરોપો છે જેમાં કમલનાથ પર 1984ના શીખ દંગામાં સામેલ હોવાનો આરોપ છે.