રાજ્યમાં દિવસે દિવસે આત્મહત્યાની ઘટનામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. લોકો ક્યારેક આર્થિક સંકડામણ તો ક્યારેક પારિવારીક સમસ્યા તો ક્યારેક પ્રેમ માટે કે પછી અન્ય કારણોસર આત્મહત્યા કરી રહ્યા છે. ત્યારે આજે પણ એક આત્મહત્યાની ઘટના પ્રકાશમાં આવી છે. ધાનેરા તાલુકાના વાછડાલ ગામે ૧૭ વર્ષીય યુવતીએ ખેતરમાં આવેલ લીમડાના ઝાડ પર દોરડા વડે ગળે ફોસો ખાઈ જીવન ટૂંકાવી દેતા ચકચાર મચી જવા પામી છે.
મળતી માહિતી મુજબ વાછડાલ ગામની યુવતી શિલ્પાબેન નિલાજી ઠાકોરે અગમ્ય કારણો સર પોતાના ઘરે જ ઝાડ પર લટકી આત્મહત્યા કરી લીધી હતી.સમગ્ર ઘટનાની જાણ પાંથાવાડા પોલીસને થતા પોલીસે મૃતદેહને પાંથાવાડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી આત્મહત્યા હત્યાનું સાચું કારણ જાણવા આગળની તપાસ હાથ ધરી છે.
Advertisement
Advertisement