અમરેલી: દેશભરમાં આજે સ્વામી વિવેકાનંદજીની 159મી જન્મજયંતિની વિવિધ શહેરોમાં ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
ત્યારે અમરેલીમાં પણ સ્વામી વિવેકાનંદની જન્મજયંતિની ઉજવણી કરાઈ હતી. જેમાં અમરેલી શહેરના ભાજપ યુવા મોરચા દ્વારા વિવેકાનંદજીની જન્મજયંતિ નિમિત્તે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, અમરેલી શહેરના પાર્ટી પ્લોટમાં ભાજપ યુવા મોરચા દ્વારા સ્વામી વિવેકાનંદની 159મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી.
આ દરમિયાન ખાસ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં શહેર ભાજપના યુવા કાર્યકરોએ સ્વામી વિવેકાનંદજીના જીવન ઉપદેશો પર પોતાના મંતવ્ય રજૂ કરી શહેર યુવા ભાજપ દ્વારા યુવા મિત્ર અભિયાનમાં જોડાવા આહ્વાન પણ કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે, આ કાર્યક્રમમાં શહેર ભાજપના યુવા મોરચાના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.