લોકસભા ચૂંટણીના ત્રીજા ચરણ માટે 15 રાજ્યોની 117 સીટો પર 63% મતદાન થયુ. હિંસા થઈ છત્તા પં.બંગાળમાં સૌથી વધારે 79% મતદાન થયું. 5 વાગ્યા સુધી સરેરાશ 61 ટકા મતદાન થઈ ચૂક્યું હતુ. બંગાળના મુર્શિદાબાદમાં એક મતદાન કેન્દ્ર પર તૃણમૂલ અને કોંગ્રેસ કાર્યકર્તાઓની ઝપાઝપી થઈ. આ દરમિયાન વોટ આપવા માટે લાઈનમાં ઉભેલા વોટરનું મૃત્યુ થઈ ગયુ.
બીજા બૂથ પાસે અજાણ લોકોએ બોમ્બ ફેંક્યો. પહેલા આ ચરણમાં 14 રાજ્યોની 114 સીટો પર વોટિંગ થવાનું હતુ. બીજા ચરણમાં સુરક્ષાના કારણોસર ત્રિપુરાની ઈસ્ટ ત્રિપુરા સીટ પર મતદાન નથી થઈ શક્યું. આ સીટને પણ ત્રીજા ચરણમાં સામેલ કરવામાં આવ્યુ છે.
રાજ્ય અને સીટો | સરેરાશ મતદાન |
---|---|
અસમ (4) | 78.56% |
બિહાર (5) | 59.97% |
ગોવા (2) | 71.34% |
ગુજરાત (26) | 61.28% |
કશ્મીર (1) | 12.86% |
કર્ણાટક (14) | 64.97% |
કેરળ (20) | 70.28% |
મહારાષ્ટ્ર (14) | 57.14% |
ઓડિશા (6) | 58.18% |
ત્રિપુરા (1) | 78.67% |
ઉત્તરપ્રદેશ(10) | 58.37% |
બંગાળ (5) | 79.36% |
છત્તીસગઢ (7) | 67.92% |
દાદરા નગર હવેલી (1) | 71.43% |
દમણ દીવ (1) | 65.34% |
Advertisement
Advertisement