મધ્યપ્રદેશની ભોપાલ સીટથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે મુંબઇ હુમલામાં શહીદ થયેલા હેમંત કરકરેને લઇને વિવાદિત નિવેદન આપ્યુ છે, પ્રજ્ઞા ઠાકુરે કહ્યુ કે તેમણે મને ખોટી રીતે ફસાઇ છે. મે તેમને જણાવ્યુ હતુ કે તમારો આખો પરિવાર પતી જશે. તેઓ પોતાના કર્મોના કારણે મર્યા છે.
ભોપાલના ઉમેદવાર બન્યા બાદ સાધ્વી પ્રજ્ઞા ગુરુવારે પહેલી વાર મીડિયા સામે આવ્યા હતા. પરંતુ તેમનુ એક ચોંકાવનારુ નિવેદન સામે આવ્યુ છે. પ્રજ્ઞાએ આરોપ લગાવ્યો છે હેમંત કરકરે મારી સાથે દુરવ્યવહાર કર્યા છે. અને મને ખોટી રીતે ફસાવી છે.
એક સભામાં સાધ્વી પ્રજ્ઞાએ કહ્યુ કે તેઓ તપાસ અધિકારી સુરક્ષા આયોગના સભ્ય હતા.તેમને હેમંત કરકરે ને બોલાવ્યા અને કહ્યુ કે સાધ્વીને છોડી દો, પરંતુ હેમંત કરકરે કહ્યુ કે હું કઇ પણ કરીશ પરંતુ પુરાવો લાવીશ અને સાધ્વીને તો નહીં છોડું.
સાધ્વીએ કહ્યું," આ તેની કુટિલતા હતી, તે દેશદ્રોહ હતો. ધર્મવિરુધ્ધ હતો. તે મને પુછતો હતો કે શુ મારે સત્યતા માટે ભગવાન પાસે જવુ પડશે. તો મેં જણાવ્યું હતુ કે તમારે જરૂર જવુ જોઇએ. "
સભામાં સાધ્વીએ કહ્યુ કે " મે તેને કહ્યુ હતુ કે તારૂ સર્વનાશ થશે, તેણે મને ગાળો પણ આપી હતી. જે દિવસે હુ ત્યાં ગઇ તો સૂતક લાગેલુ હતુ અને જ્યારે આતંકીઓએ માર્યો ત્યારે તેનું સૂતક સમાપ્ત થયુ. "