લોકસભા ચૂંટણીને આડે હવે માત્ર એક સપ્તાહ જેટલો જ સમય બાકી છે ત્યારે બંન્ને પક્ષના નેતાઓના પ્રચાર પ્રસાર વધુ તેન બની રહ્યા છે. આજથી બે દિવસ પ્રધાનમંત્રી મોદી ગુજરાતના પ્રવાસે છે. પ્રધાનમંત્રી આ બે દિવસમાં સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત સહિત ઉત્તર ગુજરાતમાં સભાઓ ગજવશે. તો હિમંતનગરમાં પીએમ મોદીએ જનસભાને સંબોધન કર્યું હતુ. હિંમતનગર ખાતે ઊભા કરાયેલા ખાસ ડોમમાં બે કલાક કરતા વધુ સમયથી ભાજપના સમર્થકો ઉમટી પડ્યા હતા.
અહીં મોદીએ લોકો પાસે ફિર એક બાર મોદી સરકારની બૂમો પડાવી હતી. મોદીએ જનસભાને સંબોધતા કહ્યુ કે લોકસભાની 2019ની ચૂંટણીનો ચકરાવો શરૂ થઇ ગયો છે અને રાજકીય પક્ષોના જમા ઉધારના લેખાં જોખાંનો હિસાબ કિતાબ થઇ રહ્યો છે, ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આટલા વર્ષો હું તમારી વચ્ચે રહ્યો છું અને તમે પણ જાણો છો કે આટલા વર્ષોમાં ક્યારેય આપણા પર કોઈ કલંક લાગ્યો નથી, ગુજરાત સરકારને તોડવા માટે દિલ્હી દરબારે આકાશ પાતાળ ભેગા કરી દીધા હતા. પરંતુ હવે ફરીથી તેઓ આવા કાર્યો કરી શકે તેવો એમને મોકો નથી આપવાનો, આખા પરિવારને આ ચા વાળો આંખના કણાની જેમ ખૂંચી રહ્યો છે.
વધુમાં હુંકાર કરતા જણાવ્યુ કે આપણે સૌ જાણીએ છીએ કે દેશ પાછલા પાંચ વર્ષમાં ક્યાંથી ક્યાં પહોંચી ગયો છે, શું આ મહામિલાવટી નેતાઓને ભારતની જનતાની સમજદારી પર ભરોસો નથી. 60 વર્ષમાં તેમણે કેવી કેવી સંસ્થાઓને બરબાદ કરી નાખી, ટુકડે ટુકડે ગેંગનો બચાવ કરતા લોકો આ દેશમાં રાજ કરશે કે પછી રાષ્ટ્રભક્તિ કરનારા લોકો દેશની સેવા કરશે તે માટેની આ લોકસભાની ચૂંટણી છે, આપણા દેશ પર આતંકવાદી હુમલા થાય અને તમારો આ પ્રધાનમંત્રી ચૂપ રહે ખરી ?, ઉરીમાં હુમલો થાય આપણા જવાનો શહિદ થાય અને હું ચૂપ રહું ખરી ?
આ તકે તેઓએ સરદાર વલ્લભ ભાઇ પટેલને યાદ કરતા કહ્યુ કે હું સરદાર સાહેબની ભૂમિમાં ઉછરેલો છું, દરેક હુમલાનો હિસાબ લેવો પડે.આ કોંગ્રેસ પાર્ટી દેશના સૈનિકોની સુરક્ષાને પણ હટાવવા માંગે છે.પહેલા તેમણે ચા વાળાને ગાળો આપી અને હવે તેઓ ચોકીદારને ગાળો આપે છે, તેમણે વિપક્ષ પર પ્રહારો કરતા કહ્યુ છે કે ચાર ચાર પેઢીથી ગરીબોની વાત કરે છે કોંગ્રેસ. હું કોંગ્રેસને કહેવા માંગુ છું કે તમે હટી જાઓ દેશમાંથી ગરીબી પણ હટી જશે.કોંગ્રેસ પાર્ટીને ગુજરાતીઓ પ્રત્યે પહેલેથી અણગમો રહ્યો છે