વર્ષ 2016માં કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઈકની આગેવાની કરી ચુકેલા લેફ્ટિનેન્ટ જનરલ ડી એસ હુડ્ડાએ શુક્રવારે કહ્યું કે મોદી સરકારે સેનાને સરહદ પાર હમલા કરવાની અનુમતિ આપવામાં ખુબ મોટો સંકલ્પ દેખાડ્યો છે, પરંતુ સેનાના હાથ તે પહેલા પણ બંધાયેલા નહોતા.
હુડ્ડા અહીં જાહેરાત સંગઠનો દ્વારા આયોજિત એક વાર્ષિક કાર્યક્રમ ગોવા ફેસ્ટમાં બોલી રહ્યા હતા. તેઓએ કહ્યું, 'હાલની સરકારે સરહદ પાર જઈને સર્જિકલ સ્ટ્રાઈક અને બાલાકોટમાં હવાઈ હમલાની અનુમતિ આપવામાં નિશ્ચિત રીતેથી મહાન રાજનીતિક સંકલ્પ દેખાડ્યો છે. પરંતુ આ પહેલા પણ તમારી સેનાના હાથ નહોતા બંધાયેલા.'
તેઓએ કહ્યું, 'સેનાને ખુલ્લી છુટ આપવા વિશે ખુબ વધારે વાતો થઈ છે, પરંતુ 1947થી સેના સરહદ પર સ્વતંત્ર છે. તેણે ત્રણ-ચાર યુદ્ધ લડ્યા છે.' જણાવી દઈએ કે હુડ્ડાએ સપ્ટેમ્બર 2016માં ઉરી આતંકી હમલા બાદ સરહદ-પાર સર્જિકલ સ્ટ્રાઈક સમયે સેનાની ઉત્તરી કમાનની આગેવાની કરી હતી.
હુડ્ડાએ આગળ કહ્યું, 'નિયંત્રણ રેખા એક ખતરનાક જગ્યાએ છે કેમકે જેવુ મે જણાવ્યું કે તમારા પર ગોળીબાર કરવામાં આવી રહ્યો છે અને જમીન પર સૈનિક તેનો તરત જવાબ આપશે. તે(સૈનિક)મને પણ નહીં પુછે. કોઈ અનુમતિ લેવાનો કોઈ સવાલ જ નથી. સેનાને ખુલ્લી છુટ આપવામાં આવી છે અને આ બધુ સાથે થયુ છે, કોઈ વિકલ્પ નથી.'