સોહરાબુદ્દિન શેખ-તુલસીરામ પ્રજાપતિ કથિત નકલી એન્કાઉન્ટર કેસમાં સીબીઆઈની વિશેષ કોર્ટનો 13 વર્ષ બાદ નિર્ણય આવી ગયો છે. પોતાના નિર્ણયમાં કોર્ટે પુરાવાના અભાવે તમામ 22 આરોપીઓને નિર્દોશ જાહેર કર્યા છે. કોર્ટે કહ્યું કે રજૂ કરવામાં આવેલા તમામ સાક્ષી અને પુરાવા ષડયંત્ર અને હત્યાને સાબિત કરવા માટે પર્યાપ્ત નથી. પરિસ્થિતિજન્ય પુરાવા અપર્યાપ્ત છે.
કોર્ટે કહ્યું કે તુલસીરામ પ્રજાપતિની એક ષડયંત્ર અંતર્ગત હત્યા કરવાનો આરોપ સાચો નથી. સરકાર અને એજન્સીએ ઘણા પ્રયત્નો કર્યા છે. 210 પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા પણ સંતોષજનક પુરાવા નથી આવ્યા અને પુરાવા દુશ્મનોમાં બદલાઈ ગયા. સાક્ષીઓ બોલતા નથી તો તેમાં વકીલોની કોઈ ભૂલ નથી.
વર્ષ 2005ના આ મામલે 22 લોકો કાર્યવાહીનો સામનો કરી રહ્યા હતા જેમાં મોટાભાગે પોલીસકર્મી છે. આ મામલે વિશેષ નજર રહી છે કેમકે ભાજપ અધ્યક્ષ અમિત શાહ આરોપીઓમાં સામેલ હતા. જો કે, તેઓને 2014માં દોષ મુક્ત કરી દાવામાં આવ્યા હતા.
કોર્ટે સીબીઆઈના આરોપપત્રમા નામજોગ 38 લોકોમાં 16ને પુરાવાના અભાવે દોષમુક્ત કરી દીધા છે. તેમાં અમિત શાહ, રાજસ્થાનના તત્કાલીન ગૃહમંત્રી ગુલાબચંદ કટારિયા, ગુજરાત પોલીસના પુર્વ પ્રમુખ પી સી પાંડે અને ગુજરાત પોલીસના પૂર્વ વરિષ્ઠ અધિકારી ડી જી વણજારી સામેલ છે.