અમદાવાદઃ તાજેતરમાં જ કોંગ્રેસમાં સામેલ થયેલા પાસ નેતા હાર્દિક પટેલને લઈ સોશિયલ મીડિયા વૉર ઘણો ઉગ્ર થઈ ગયો છે. પાટીદાર યુવાઓએ એક અભિયાન અંતર્ગત હાર્દિક પટેલને બેરોજગાર સૂચવ્યો છે. ટ્વીટર પર આ પ્રકારનું ટેગ લગાવીને તેની મશ્કરી કરવામાં આવી રહી છે.
ઘણા વિવાદોમાં ઘેરાઈ ચુક્યો છે હાર્દિક
હાર્દિક પટેલ શરૂઆતથી જ ઘણા વિવાદોમાં ફસાયેલો રહે છે. 12 માર્ચે કોંગ્રેસાધ્યક્ષ રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં તે કોંગ્રેસમાં સામેલ થયો, ત્યાર બાદ તો લોકો તેને બેરોજગાર બનાવવા પર તુલેલા છે. લોકોનું એવુ માનવું છે કે પહેલા તે બેરોજગાર નહોતો, પણ કોંગ્રેસમાં સામેલ થયા બાદ તે બેરોગાર થઈ ગયો છે.
Advertisement
Advertisement