ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસ દ્વારા પોત-પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા બાદ હવે ચીત્ર સ્પષ્ટ થઈ ગયુ છે. હવે બંન્ને દળ ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. આ દરમિયાન કોંગ્રેસા સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધી આગામી કેટલાક દિવસોમાં પ્રચાર માટે ગુજરાત આવવાના છે. આ દરમિયાન સૌથી પહેલા અંબાજી અને સોમનાથના દર્શન કરશે.
દક્ષિણ-ઉત્તર ગુજરાતમાં થશે સભાઓ
સૌરાષ્ટ્રમાંથી ચૂંટણી પ્રચારની શરૂઆત કર્યા બાદ દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં જનસભાને સંબોધિત કરશે. રાહુલ- પ્રિયંકાની જનસભાઓ અલગ-અલગ થશે. બંન્ને ભાજપને હરાવવા માટે એડી-ચોટીનું જોર લગાવી દેશે.
તેના માટે જબરદસ્ત તૈયારીઓ ચાલી રહી છે. તેમના કાર્યક્રમોને અંતિમ રૂપ આપવામાં આવી રહ્યું છે. રાહુલ ગુજરાતમાં 5થી વધારે જનસભાઓને સંબોધિત કરશે. આદિવાસી મતદાતાઓને રિઝવવાની જવાબદારી પ્રિયંકાને સોંપવામાં આવી છે.
ભાજપની ક્લિનસ્વિપ રોકવાની રણનીતિ
આગામી દિવસોમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહના હોમ ગ્રાઉન્ડ ગુજરાતમાં ભાજપની ક્લિન સ્વિપ રોકવા માટે કોંગ્રેસે એક મજબૂત વ્યુહરચના તૈયાર કરી છે. જે અંતર્ગત બંન્ને ભાઈ-બહેન અલગ-અલગ સભાઓ કરી કોંગ્રેસ માટે મત એકત્રિત કરવાના પ્રયત્નો કરશે.