આજે ઉત્તરપ્રદેશમાં રાયબરેલીની લોકસભાની બેઠક પરથી સોનિયા ગાંધી ઉમેદવારી પત્ર ભરશે. સોનિયા ગાંધી તેમનુ ઉમેદવારી પત્ર ભરતા પહેલાં રોડ શો કરશે. આ દરમિયાન રાહુલ ગાંધી અને મહાસચિવ પ્રિયંકા ગાંધી તેમની સાથે હાજર રહેશે. રોબર્ટ વાડ્રા અને તેમના બે બાળકો પણ રોડ શોમાં પણ જોડાઈ શકે છે.
હાલના સાંસદ સોનિયા ગાંધી રાયબરેલી લોકસભા બેઠકમાં પાંચમી વખત ચૂંટણી લડી રહ્યા છે. સોનિયાના ઉમેદવારી પત્રને લઇને સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. કૉંગ્રેસ જિલ્લા અધ્યક્ષ વી.કે. શુક્લાએ જણાવ્યું છે કે સોનિયા ગાંધી નોંધણી પહેલાં રોડ શો દ્વારા ત્યાના લોકોને મળશે.
Advertisement
Advertisement