આંતરરાષ્ટ્રીય ભાવોના વલણ પર ભારતીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. શુક્રવારે ભારતીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો હતો. હકીકતમાં યુ.એસ. માર્કેટમાં બોન્ડની ઉપજ વધી છે અને તેના કારણે સોનામાં રોકાણ ઓછું થઈ રહ્યું છે.
તેનાથી આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં ઘટાડો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારના આ વલણની અસર ભારતીય માર્કેટ પર પડી. તેથી જ શુક્રવારે એમસીએક્સમાં સોનાના ભાવમાં 0.35 ટકાનો ઘટાડો થયો છે, એટલે કે રૂ.161ની કમી આવી અને હવે રૂ.45,965 પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગઈ, જ્યારે ચાંદી 1.34 ટકા ઘટીને 675.76 રૂપિયા પ્રતિ 10 ગ્રામે પહોંચી ગઈ.
એમસીએક્સમાં ગોલ્ડમાં સતત ઘટાડો
ગુરુવારે, એમસીએક્સમાં સતત પાંચ દિવસના ઘટાડા પછી સોનું આઠ મહિનાની નીચી સપાટી પર આવી ગયું હતું. ગુરુવારે અહીં સોનું 0.4 ટકા ઘટીને રૂ. 46,407 પ્રતિ દસ ગ્રામ પર આવી ગયું હતું, જ્યારે ચાંદી 0.4 ટકા વધીને રૂ. 695.00 પ્રતિ દસ ગ્રામ થઈ ગઈ છે. છેલ્લા પાંચ સેશન દરમિયાન સોનામાં રૂ. 2000 પ્રતિ દસ ગ્રામનો ઘટાડો થઈ ચૂક્યો છે.
વૈશ્વિક બજારમાં ગુરુવારે સોનાનો ભાવ 1,782.61 ડૉલર પ્રતિ ઔંસ હતો. બે મહિનામાં આ સૌથી નીચો સ્તર હતો. યુ.એસ.માં બોન્ડના યીલ્ડ રેટમાં વધારાને કારણે સોનામાં રોકાણ ઘટી રહ્યું છે. આ જ કારણ છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનામાં ઘટાડો થયો છે.
દિલ્હીના માર્કેટમાં પણ ગોલ્ડની ચમક ફીકી
ગુરુવારે દિલ્હીના બજારમાં સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો હતો અને તે ઘટીને રૂ. 46,680 પ્રતિ દસ ગ્રામ પર આવી ગયું હતું. જ્યારે, ચાંદીમાં રૂ.400નો ઘટાડો આવ્યો અને તે પ્રતિ કિલોગ્રામ 69,200 રૂપિયા પર પહોંચી ગઈ. વૈશ્વિક બજારની અસર અને ભારતમાં સોના-ચાંદી પર ડ્યુટી ઘટાડાને કારણે સ્થાનિક બજારમાં તેની કિંમતમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.