લોકસભા ચૂટણી 2019ના પહેલા ચરણનું મતદાન ચાલુ છે. સવારે 7 વાગ્યાથી પોલિંગ બૂથ પર વોટરોની ભીડ છે. આ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ સહિત દેશની ઘણી મોટી હસ્તિઓએ સામાન્ય લોકોને વોટ કરવાની અપીલ કરી. ભાજપ અધ્યક્ષ અમિત શાહે ટ્વીટ કરી લખ્યુ છે કે સેનાને સશક્ત કરનારી સરકાર પસંદ કરવા માટે વધારેમાં વધારે મતદાન કરો.
અમિત શાહે અલગ-અલગ ભાષાઓમાં ટ્વીટ કરી વોટરોને અપીલ કરી. તેઓએ લખ્યુ કે દેશની સુરક્ષામાં સમર્પિત સૈનિકોને સશક્ત કરનારી સરકાર પસંદ કરવા માટે વધારે સંખ્યામાં મતદાન કરો.
देवभूमि उत्तराखंड वीर सेनानियों की भूमि है। देश की सुरक्षा में समर्पित सैनिकों को सशक्त करने वाली सरकार चुनने के लिये अधिक से अधिक संख्या में मतदान करें।
Advertisementआपके द्वारा डाला गया प्रत्येक वोट उत्तराखंड में विकास और देश के सैनिकों के सम्मान को बनाये रखने का आधार स्तम्भ है।
— Chowkidar Amit Shah (@AmitShah) April 11, 2019
સાથે જ તેઓએ ઉત્તર પ્રદેશના વોટરો માટે અલગથી અપીલ કરી. શાહે લખ્યુ કે તમારો એક વોટ ઉત્તર પ્રદેશ તેમજ દેશમાંથી જાતિવાદ, પરિવારવાદ અને તૃષ્ટિકરણની રાજનીતિને પૂર્ણતઃ ખતમ કરી વિકાસવાદ અને રાષ્ટ્રવાદના યુગને બનાવી રાખવામાં મહત્વની હશે.