જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલ આતંકવાદી હુમલા બાદ આજે ફરી એક વાર મોટુ એન્કાઉન્ટર થયું છે. પુલવામાના જ પિંગલિનામાં થયેલ અથડામણમાં સેનાના 4 જવાન શહીદ થયા છે. સેનાએ પણ જૈશ એ કમાન્ડરના બે કમાન્ડરોને મોતને ઘાટ ઉતારી દીધા છે.
સેનાએ અહીં એક બિલ્ડિંગને જ ઉડાવી દીધી, જ્યાં આતંકવાદીઓ છુપાયેલા હતા. આતંકવાદી કામરાન ઉર્ફ ગાઝી રશિદ પણ આ એન્કાઉન્ટરમાં ઠાર મરાયો છે, જેણે પુલવામામાં થયેલ આતંકવાદી હુમલાનું ષડયંત્ર રચ્યું હતું.
જમ્મુ કાશ્મીરના પૂર્વી ડીજીપી એસપી વૈદ્યે ટ્વિટ કરીને આ વાતની જાણકારી આપી. તેમણે લખ્યું કે, તેઓ સેનાને શુભેચ્છા આપવા માગે છે કે તેમણે પુલવામા આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડને ઠાર માર્યા છે.
Advertisement
Advertisement