ભાજપના નેતા અને બિહારના નાયબ મુખ્ય પ્રધાન સુશીલ મોદીએ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી સામે બદનક્ષીનો દાવો દાખલ કર્યો છે. તેમણે પટણા સીજેએમ કોર્ટમાં બદનક્ષીનો કેસ દાખલ કર્યો છે. સુશીલ મોદીનુ કહેવુ છે કે રાહુલ ગાંધીના નિવેદનથી લાખો લોકોની લાગણીઓને નુકસાન થયું છે. તેઓએ કરોડો લોકોને 'ચોર' કહ્યું છે.
હકીકતમાં, તે રાહુલ ગાંધીના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પરના નિવેદનથી ગુસ્સે છે, જેમાં રાહુલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યુ હતુ. મોદી સરનેમના લોકોને ચોર કીધા હતા. રાહુલને લોકો સાથે વાત કરતા કહ્યું હતું કે,એક વાત કહો કે ચોરના નામમાં મોદી કેવી રીતે છે. નીરવ મોદી, લલિત મોદી…
રાહુલ ગાંધીએ શનિવારે કર્ણાટકમાં એક રેલી હતી. રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે 'ચોકીદારો 100 ટકા ચોર છે. બધા ચોરોનું નામ મોદી કેમ છે? રાહુલ ગાંધીના આ નિવેદનથી સુશીલ મોદી ગુસ્સ થયા છે. રાહુલે મોદીના ઉપનામ પર ગાળિયો કસતા કહ્યુ કે મારે એક પ્રશ્ન છે. દરેક ચોરોનું ઉપનામ મોદી કેમ છે?
આ નિવેદનમાં, સુશીલ મોદીએ કહ્યું હતું કે રાહુલનું આ નિવેદન મોદીના ઉપનામ વાળા લાખો લોકોની લાગણીઓને નુકસાન પહોંચાડે છે. આ નિવેદન દ્વારા, રાહુલ ગાંધીએ જેની મોદી અટકના છે બધાને ચોર ગણાવ્યા છે.