લોકસભાની બેઠક માટે ભાજપ-કૉંગ્રેસના ઉમેદવારોએ ગુરુવારે કલેકટરની ઓફિસમાં ઉમેદવારી પત્ર ભર્યા હતા. આ સમય દરમિયાન બંને પક્ષોના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ત્યારે તેમની હાજરીમાં જોરદાર સૂત્રોચ્ચાર કરવામા આવ્યા હતા.
થોડા સમય પછી બંને પક્ષોના કાર્યકરો સામ સામે આવી ગયા હતા અને મારપીટ શરૂ કરી હતી.
સુરત લોકસભા મતવિસ્તારથી ભાજપે ત્રીજી વખત દર્શના જરદોશને ટિકીટ આપી છે.ત્યારે કોંગ્રેસે અશોક અઢવાલને ટિકિટ આપી છે. ગુરુવારે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ હોવાથી બંને પક્ષોના ઉમેદવારો તેમના સમર્થકો સાથે કલેક્ટરની ઑફિસમાં પહોંચ્યા હતા.
જ્યા તેમણે કલેકટર ધવલ પટેલને ઉમેદવારી પત્ર આપ્યું. આ સમય દરમિયાન બંને પક્ષોના કાર્યકરો સામ સામે આવી ગયા હતા.
બીજેપી-કૉંગ્રેસના કાર્યકરો વચ્ચે મારપીટ થતા પોલીસ કલેક્ટર ઑફિસે આવી પહોંચી હતી. અને પોલીસે કાર્યકર્તાઓને દૂર કરવા માટે બળનો ઉપયોગ પણ કર્યો હતો.