સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી કમિશને શુક્રવારે 50 ટકા વીવીપૈટ પરચીઓના ઈવીએમ સાથે મેચિંગની માંગવાળી અરજીના જવાબમાં કહ્યું કે તેનાથી લોકસભા ચૂંટણીના પરિણામોમાં મોડુ થશે. વિપક્ષી દળોની આ અરજી પર આયોગે કહ્યું કે, તેના માટે ન ફક્ત મોટી સંખ્યામાં સક્ષમ સ્ટાફની જરૂર હશે પરંતુ ખુબ મોટી મત ગણતરી હોલની પણ આવશ્યકતા હશે.
જ્યારે તેની કેટલાક રાજ્યોમાં પહેલાથી જ કમી છે. જો વિપક્ષી દળોની ઈવીએમ અને વીવીપેટ પરચીઓના મેચિંગ 50 ટકા સુધી વધારવાની માંગ માની લીધી તો ચૂંટણીના પરિણામ પાંચ દિવસ મોડા આવી શકે છે.
જણાવી દઈએ કે 21 વિપક્ષી દળોના નેતાઓએ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. તેમાં તેઓએ એક મતદાર વિસ્તારમાં ઓછામાં ઓછી 50 ટકા વિવિપેટ પરચીઓના મેચિંગ કરાવવાની માંગ કરી હતી. જેથી ચૂંટણી પ્રક્રિયાની શુદ્ધતા બની રહે. જેના પર સુપ્રીમ કોર્ટે ચૂંટણી કમિશનને વિચાર કરવા માટે કહ્યું હતુ.
ચૂંટણી કમિશને પોતાના જવાબમાં કહ્યું કે જો તમામ સંસદીય કે વિધાનસભા વિસ્તારની 50 ટકા વીવીપેટ પરચીઓના મેચિંગ કરવામાં આવે તો તેની ગણતરી કરવામાં ઘણો સમય લાગી જશે. માનવામાં આવી રહ્યું છે કે તેમાં ઓછામાં ઓછા પાંચ દિવસ લાગી જશે. જેનાથી લોકસભા ચૂંટણી 2019ના પરિણામોની જાહેરાત 23મે ના બદલે 28મે એ થઈ શકશે.
ચૂંટણી કમિશને કોર્ટમાં કહ્યું છે કે, ઑટોમેટિક રીતે પરચીઓના મેચિંગની કોઈ રીત નથી. ચૂંટણી કમિશનના જણાવ્યા પ્રમાણે બીજા ઘણા પડકારો છે.