કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શનિવારે બિહારના સુપૌલમાં જનસભાને સંબોધિત કરતા એકવાર ફરીથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યુ. રાહુલ ગાંધીએ કહ્યું કે ચોકીદારે બિહારના યુવાઓને બદનામ કર્યા છે.
સમગ્ર દેશમાં બિહારના યુવા જઈને બેંક અને સરકારી ઑફિસરની સામે ચોકીદારીનું કામ કરે છે, પરંતુ જે અહીંથી ચોકીદાર બનીને જાય છે તો તેઓ ઈમાનદાર હોય છે. જો કોઈ બિહારનો ચોકીદાર બેંકની સામે ઉભેલો જોવા મળે તો તે બેંકમાં ચોરી ન થઈ શકે.
રાહુલ ગાંધીએ કહ્યું કે મોદી વિજય માલ્યા અને નીરવ મોદીના ચોકીદાર છે. હવે ચોકીદારને સત્ય દેખાઈ રહ્યું છે તો ઘભરાઈ રહ્યા છે. રાહુલે કહ્યું કે મોદીએ અનિલ અંબાણીને 30 હજાર કરોડ રૂપિયા આપ્યા, પીએમ મોદી જ્યારે ચોરોને પૈસા આપી શકે છે તો ગરીબોને કેમ નહીં? કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે રાફેલ મામલે તપાસ થશે અને પછી અનિલ અબાણી અને નરેન્દ્ર મોદીને સજા પણ થશે.
પ્રધાનમંત્રી મોદી પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ કહ્યુ કે દેશની જનતા હવે ચોકીદારને ડ્યૂટી પરથી હટવવાની છે. રાહુલ ગાંધીએ કહ્યું કે મોદી સરકારમાં કરોડો યુવા બેરોજગાર છે અને એવામાં પીએમ મોદી દેશને આગળ વધારવાની વાત કરે છે. રાહુલ ગાંધીએ કહ્યું કે બિહારની જનતા મોદીને ફરી પીએમ નહીં બનવા દે.