સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાના દુધ ઉત્પાદકોની જીવાદોરી સમાન સાબરેડરીની 4 ઝોનની ચુંટણીની મત ગણતરી યોજાઈ હતી. સાબરડેરીના નિયામક મંડળના કુલ 16 જોન પૈકી 12 ઝોન બીન હરિફ થયા હતા. 4 જોન એટલે કે હિંમતનગર, પ્રાંતિજ, તલોદ અને માલપુરની ચુંટણી યોજાઈ હતી.
તેમાં પરિવર્તન પેનલને કારમો પરાજય આપીને વિકાસ પેનલ ફરિથી વિજયી બની હતી. નોધનીય છે કે જેઠાભાઈ પટેલ કે જેઓ છેલ્લા બે ટર્મથી વિકાસ પેનલ સાથે જીતતા આવે છે અને આજે પણ જેઠાભાઈ પટેલની વિકાસ પેનલનો ભવ્ય વિજય થયો હતો.
- વિપુલભાઈ પટેલ, હિંમતનગર જોનને 585 મત
- મણીભાઈ પટેલ, પ્રાંતિજ ઝોનને 632 મત
- ભોગીભાઈ પટેલ, તલોદ ઝોનને 547 મત
- જસુભાઈ પટેલ, માલપુર ઝોનને 629 મત
સાબરડેરીના ૧૬ ઝોનમાંથી ૧૨ ઝોન બિન હરીફ
મહત્વનું છે કે, સાબરકાંઠા જીલ્લાની અગ્રણી સહકારી સંસ્થા સાબરડેરીના નિયામક મંડળની ચૂંટણી યોજાઈ હતી. જેમાં સાબરડેરીના ૧૬ ઝોનમાંથી ૧૨ ઝોન બિન હરીફ થયા બાદ બાકીના ૪ ઝોન માટે મતદાન થયું હતું. સહકાર વિભાગના આગેવાનો સહીત સહકરી મંડળીઓના અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.