મધ્યપ્રદેશમાં ભોપલથી સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને ઉમેદવાર બનાવવા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે સાધ્વીની ઉમેદવારી કોંગ્રેસને મોંઘી પડશે. તેમણે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પર નિશાનો સાંધતા કહ્યુ કે અમેઠી અને રાયબરેલીથી કોંગ્રેસ ઉમેદવાર પણ બેલ પર બહાર નીકળેલા છે. આ વાત પર ચર્ચા નહીં થાય, પરંતુ ભોપાલના ઉમેદવાર બેલ પર છે તો તેઓ મોટી બબાલ ઉભી કરી દે છે. કેવી રીતે પછી આવું ચાલે. તેમણે કહ્યુ કે તે બધાને જવાબ આપવા માટે સાધ્વી પ્રજ્ઞા એક પ્રતીક છે અને તે કોંગ્રેસને મોંઘી પડશે.
પીએમ મોદીએ કોંગ્રેસના દિવંગત નેતા પૂર્વ પીએમ રાજીવ ગાંધી પર પણ નિશાન સાંધતા કહ્યુ કે જ્યારે 1984માં ઇન્દિરા ગાંધીની હત્યા થઇ ત્યારે તેમના સુપુત્રએ જણાવ્યુ હતુ કે એક મોટું ઝાડ પડે છે તો જમીન હલી જાય છે. ત્યાર બાદ દેશમાં હજારો સરદારોને મારવામાં આવ્યા હતા. શુ આ એક નિશ્ચિત લોકોનો આતંક નહોતો?
પીએમ મોદીએ કહ્યુ કે તેમ છતાં તેમને પ્રધાનમંત્રી બનાવવામાં આવ્યા હતા. આ અંગે દેશની તટસ્થ મીડિયાએ સવાલ નહોતા પૂછ્યા, જે આજે પૂછી રહ્યા છે. સરદારોને સળગાવી નાખ્યા હતા. અને આવુ કામ કરનારને પછી એમપી અને કેન્દ્રમાં મંત્રી બનાવ્યા હતા. એકને તો મધ્યપ્રદેશના મુખ્યમંત્રી બનાવ્યા હતા.જેમના પર આરોપો લાગેલા છે. શુ તેમને પૂછવામાં આવ્યુ.
પીએમ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે " જે લોકોને કોર્ટ દ્વારા દંડ કરાયો છે, લોકો તેમને મળીને ગળે લગાવી રહ્યા છે. આવા લોકોને સિદ્ધાંતની વાત કરવાનો કોઇ અધિકાર નથી." અને એક મહિલાને અને એ પણ સાધ્વીને આ પ્રકારે ટોર્ચર કરવામાં આવ્યુ છે. અને " હું ગુજરાતમાં રહીને આવ્યો છુ. હું કોંગ્રેસને ખુબજ સારી રીતે ઓળખુ છુ. તેઓ ફિલ્મની જેમ સ્ક્રિપ્ટ લખે છે. પહેલા કાગળ પર બેસીને સ્ક્રિપ્ટ લખે છે. અમારાં ત્યા જેટલા પણ એન્કાઉન્ટર થયા, દરેકને આમ ને આમ જ ચલાવ્યુ અને દરેક ઘટનાને એવી રીતે ખેંચે છે અને જોડી દે છે."