સીપીઆઈ(એમ)ના ધારાસભ્ય એએન શમશીરના કન્નૂર સ્થિત ઘર પર શુક્રવારે રાત્રે બોમ્બથી હમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના પાછળ કથીત રીતે આરએસએસના સભ્યોનો હાથ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ ઘટના રાજ્યમાં સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશને લઈ થઈ રહેલી હિંસા વચ્ચે થઈ છે.
આ મામલે પોલીસે 20 લોકોની ધરપક કરી છે. તદ્પરાંત સીપીએમના પૂર્વ જિલ્લા સચિવ પી શશિના ઘરે તેમજ ભાજપના રાજ્યસભા સાંસદ વી મુરલીધરનના પૈતૃક ઘર પર પણ દેશી બોમ્બથી અડધી રાત્રે હમલો કરવામાં આવ્યો.
ધારાસભ્યના થલ્લાસેરી નજીક મડપ્પીડિકા સ્થિત ઘર પર દેશી બોમ્બથી હમલો કરવામાં આવ્યો. આ મામલે કોઈ ઘાયલ નથી થયું પણ એક પાણીની ટેન્ક અને કેટલાક ફૂલોના કુંડા ક્ષતિગ્રસ્ત થઈ ગયા. શમશીરનો આરોપ છે કે આરએસએસના લોકો આ હમલાની પાછળ છે અને સંઘના મોટા નેતા આ ષડયંત્રનો ભાગ છે.
થલ્લાસેરી વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરનારા ધારાસભ્ય ઘટના સમયે ઘરમાં ન હતા. તે સમયે તે સીપીઆઈ(એમ) અને આરએસએસના નેતાઓની એક શાંતિ બેઠકમાં ભાગ લઈ રહ્યા હતા. થલ્લાસેરીમાં છેલ્લા બે દિવસોમાં સીપીઆઈ(એમ)ના નેતાઓના ઘરો પર હમલાની શ્રૃંખલાને અંજામ આપવામાં આવ્યો છે અને તેની પાછળ આરએસએસનો હાથ હોવાના આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે.
40 વર્ષની બે મહિલાઓએ સબરીમાલા મંદિરની વર્ષો જૂની પરમ્પરાને તોડતા ભગવાન અયપ્પાના દર્શન કર્યા, સુપ્રીમકોર્ટ દ્વારા તમામ ઉંમરની મહિલાઓને મંદિરમાં પ્રવેશ કરવાની અનુમતિ આપ્યા બાદ પહેલી વાર એવુ થયું હતુ. રાજ્ય એક યુદ્ધ ક્ષેત્રમાં તબ્દીલ થઈ ચુક્યુ છે. રાઈટ વિંગના સભ્ય મહિલાઓના મંદિરમાં પ્રવેશ કરવાને લઈ સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
પોલીસે જણાવ્યું કે મલાબાર દેવાસ્વમ (મંદિર પ્રશાસન) બોર્ડના સભ્યના શશિકુમારના કોઝિકોડના પરામ્બ્રા સ્થિત ઘર પર પણ શુક્રવારે બોમ્બથી હમલો કરવામાં આવ્યો હતો. આ પ્રકારની ઘટનાને પથાનમિટ્ટાના અદૂર સ્થિત એક મોબાઈલ દુકાન પર અંજામ આપવામાં આવ્યો હતો.