ફિલ્મો સિવાય સની લિયોન સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે. હવે સનીએ ટિક-ટોક પર પણ વીડિયો શેર કરવાનું શરૂ કર્યું છે. તાજેતરમાં જ તેણે એક ટિક-ટોક વીડિયો બનાવ્યો જેની બધે ચર્ચા થઈ રહી છે. સની લિયોનીનો આ ટિક ટોક વીડિયો વાયરલ થયો છે.
ખરેખર, સનીએ તેના બનાવેલા ટિકટોક વીડિયોમાં બાળપણની તસવીરો શેર કરી છે. વીડિયો શેર કરતી વખતે તેણે લખ્યું કે, “કરણજીત કૌરથી સની લિયોની સુધીની મારી સફર.” 3 ડિસેમ્બરે શેર કરેલા આ વીડિયોને અત્યાર સુધીમાં 30 મિલિયનથી વધુ લાઈક્સ મળી ચૂકી છે.
આ સાથે જ સનીના આ વીડિયો પર 7 હજારથી વધુ કોમેન્ટો આવી ચૂકી છે. યુઝર્સ તેમના બાળપણના ફોટોને સૌથી સુંદર ગણાવી રહ્યાં છે. ટિકટૉક પર માય જર્ની હેશટેગથી અત્યાર સુધીમાં ઘણી સેલિબ્રિટીઓએ વિડિઓ શેર કર્યો છે. તેમાં નાનપણથી લઈને આજ સુધીના ફોટા શેર કરવામાં આવી રહ્યા છે.
સની લિયોને તેનો વીડિયો પણ બનાવ્યો હતો. જણાવી દઈએ કે સનીએ બિગ બોસના ટીવી શો બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. મહેશ ભટ્ટે તેને શોની અંદર જ ફિલ્મ 'જિસ્મ 2'ની ઓફર કરી હતી. આ પછી તે 'એક પહેલી લીલા', 'રઈસ' અને 'વન નાઇટ સ્ટેન્ડ' જેવી ઘણી ફિલ્મોમાં જોવા મળી હતી.