મધ્યપ્રદેશમાં મતદાતાઓએ પહેલી વખત ખંડિત જનાદેશ આપ્યો છે. કાંટાની ટક્કરમાં ફસાયેલી બંન્ને પાર્ટીઓ કોંગ્રેસ અને ભાજપને સ્પષ્ટ બહુમત મળી નથી. કોંગ્રેસ 114 સીટોની સાથે પહેલા નંબર પર અને 109 સીટોની સાથે ભાજપ બીજા સ્થાન પર છે.
બસપાને 2, સપાને 1 તેમજ 4 સીટો અપક્ષના ખાતમાં ગઈ છે. 230 વિધાનસભા સીટોવાળી રાજ્ય વિધાનસભામાં બહુમત માટે 116 સીટોની જરૂરિયાત હોય છે. એવામાં આગળની સરકાર કોણ બનાવશે તેના પર ચર્ચા ચાલી રહી છે.
કોંગ્રેસ અને ભાજપા બંન્નેએ સરકાર બનાવવાના પ્રયાસ ઝડપી કરી દીધા છે. આ વચ્ચે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કમલનાથે મોડી રાત્રે રાજ્યપાલ આનંદી બેન પટેલને પત્ર લખીને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો અને મુલાકાત માટે સમયની માંગ કરી છે.
તો એક તરફ 15 વર્ષથી સરકાર ચલાવી રહેલી ભાજપ ખેમામાં પણ ચોથી વખત સરકાર બનાવવાની સંભાવનાઓ શોધવામાં આવી રહી છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણના નિવાસ સ્થાન પર મોડી રાત સુધી ગતિવિધિઓ ચાલી રહી હતી.
મુખ્યમંત્રી ઉપરાંત કેન્દ્રીય મંત્રી નરન્દ્ર સિંહ તોમર, કૈલાશ વિજયવર્ગીય, પ્રભાત ઝા અને રાકેશ સિંહ વોરરૂમ બનાવીને જાદુઈ આંકડા માટે મથામણ કરી રહ્યા છે.
આ વચ્ચે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ બુધનીથી ચૂંટણી જીતી ગયા છે. ભાજપાને ગ્વાલિયર-ચંબલ અને મહાકૌશલમાં ભારે નુક્સાન ઉઠાવવું પડ્યું છે. ચંબલમાં ભાજપાના સૂપડા સાફ થઈ ગયા છે.
જ્યારે રીવા જિલ્લની આઠે આઠ સીટો જીતીને ભાજપે તમામ અનુમાન ફેલ કરી દીધા છે. બંન્ને પાર્ટીઓના ઘણા મોટા ચહેરાઓને પણ હારનો સામનો કરવો પડ્યો છે.