આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંઘીની 71મી પૂણ્યતિથિ છે, આ અવસરે દેશભરમાં ઘણા કાર્યક્રમ આયોજિત કરવામાં આવી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે, જ્યાં તેઓ દાંડી યાત્રાની યાદમાં બનાવવામાં આવેલા દાંડી સ્મારકનું લોકાર્પણ કરશે.
આ કાર્યક્રમ ઉપરાંત પ્રધાનમંત્રી ઘણા અન્ય કાર્યક્રમમાં સામેલ થશે, જ્યાં તેઓને ઘણી પરિયોજનાઓનું ઉદ્દઘાટન કરવાનું છે. દાંડી જતા પહેલા પ્રધાનમંત્રીએ સુરતમાં એરપોર્ટના નવા ટર્મિનલનો પાયો રાખ્યો.
સૂરતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે પાછલી સરકારે ફક્ત 25 લાખ મકાન બનાવ્યા, પરંતુ આપણી સરકારે ઘણા ઓછા સમયમાં 1 કરોડથી વધારે ઘર બનાવ્યા છે. તેઓએ દાવો કર્યો કે મારા જેટલું કામ કરવામાં પાછલી સરકારને 25 વર્ષ લાગી જતા.
અહીં પ્રધાનમંત્રીએ લોકોને અપીલ કરતા કહ્યું કે, પૂર્ણ બહુમતની સરકાર કડક નિર્ણય પણ લઈ શકે છે અને મોટા નિર્ણય પણ લઈ શકે છે. તેઓએ કહ્યું કે પૂર્ણ બહુમતની સરકાર જવાબદારીવાળી હોય છે.