બાંગ્લાદેશમાં પ્રધાનમંત્રી શેખ હસીનાએ ચોથી વખત શપથગ્રહણ કરીને વધુ એક રેકોર્ડ પોતાને નામે કરી લીધો છે. અવામી લીગ પાર્ટીના નેતા શેખ હસીનાએ 30 ડિસેમ્બરના રોજ થયેલી ચૂંટણીમાં 90 ટકાથી વધુની સીટો પર વિજય પ્રાપ્ત કર્યો છે. બાંગ્લાદેશમાં થયેલી ચૂંટણીમાં એક નાગરીક દ્વારા એકથી વધુ વખત મતદાન કરવા ઉપરાંત મતદારોને ડરાવવા અને ધમકાવવા તથા હિંસા ભડકાવવા જેવા મુદ્દાઓ ખુબ ચર્ચામાં રહ્યા હતા. જોકે શેખ હસીના અને તેમની પાર્ટીએ આવા તમામ આરોપોનું ખંડન કર્યું છે.
બાંગ્લાદેશના વર્તમાન પ્રધાનમંત્રી શેખ હસીનાની આવામી લીગે રવિવારે થયેલા મતદાનમાં મોટી જીત મેળવી છે. સત્તાધારી પાર્ટીના ૩૦૦ સભ્ય ધરાવતા ગૃહમાં બે તૃતિયાંશ બહુમતિ સાથે ફરી એક વખત તેઓ સત્તા પર આવ્યા છે.
હસીનાની જીત ભારત માટે સારા સમાચાર
ભારત હસીનાની જીત ભારત માટે સારા સમાચાર છે, કેમ કે છેલ્લાં દાયકામાં તેમની મુદત દરમિયાન બે દેશો વચ્ચેના દ્વિપક્ષી સંબંધો ઘણા સુધર્યા હતા. ભારતના બીએનપી જમાત એલાયન્સ સરકાર (૨૦૦૧-૦૬) દરમિયાન સંબંધો હકારાત્મક નહોતા રહ્યા. તેઓ દેશમાં હિંદુઓ પર હુમલા કરતા હતા અને ભારત વિરોધી પ્રવૃત્તિઓ પણ કરતા હતા.
મોદી-હસીનાએ દ્વિપક્ષી સંબંધોને મજબૂત કરવા પર ભાર મૂક્યો
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ શેખ હસીનાને ફોન કરીને તેમના પક્ષના એકતરફી વિજયનાં અભિનંદન આપ્યાં હતા. તેમની સાથે વાતચીતમાં હસીનાએ બાંગ્લાદેશના વિકાસ માટે સતત મળી રહેલા સહયોગ માટે ભારતનો આભાર માન્યો હતો. બંને નેતાઓએ સાથે મળીને કામ કરવાનો સંકલ્પ કર્યો હતો અને દ્વિપક્ષી સંબંધોને મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો.