રાજકોટમાં આયોજિત બે દિવસીય હિન્દુ આચાર્ય સભાના છેલ્લા દિવસ શુક્રવારે આરએસએસ પ્રમુખ મોહન ભાગવત, બીજેપી અધ્યક્ષ અમિત શાહ, બીજેપી સાંસદ સુભ્રમણ્યમ સ્વામી સહિત ઘણા સાધુ સંતો પહોંચ્યા.
હિન્દુ આચાર્ય સભામાં ભાગ લેવા પહોંચેલા આરએસએસ પ્રમુખ મોહન ભાગવત અને બીજેપી અધ્યક્ષ અમિત શાહ વચ્ચે લગભગ ડોઢ કલાક સુધી બંધ બારણે વાતચીત થઈ. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ દરમિયાન 2019ની લોકસભા ચૂંટણીની રણનીતિ અને રામ મંદિર પર રણનીતિને લઈ ચર્ચા થઈ.
હિન્દુ આચાર્ય સભામાં ભાગ લેવા બિહારથી પહોંચેલા સ્વામીનાથ આચાર્યએ જાણકારી આપતા જણાવ્યું કે મોહન ભાગવતનું કહેવું છે કે અયોધ્યામાં રામ મંદિર હતુ, રામ મંદિર છે અને રામ મંદિર ત્યાં જ બનશે. રામ મંદિર વિશે આ સભામાં વાતચીત કરવામાં આવી. જો કે 2019ની ચૂંટણીથી પહેલા રામ મંદિરનું નિર્માણ શરૂ થશે કે નહીં તેના પર કોઈ પણ સાધુ સંત કંઈ પણ કહેવાથી બચી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે હિન્દુ આચાર્ય સભા દર બે વર્ષે એક વાર આયોજિત કરવામાં આવે છે. આ વખતે રાજકોટમાં આયોજિત કરવામાં આવી હતી. તેમાં ભાગ લેવા પહોંચેલા અવિચલદાસજી મહારાજનું કહેવું છે કે, આ ધર્મ સભામાં આચાર્ય સમ્મેલન, કુંભ માટે આમંત્રણ અને રામ મંદિર વિશે વાત ચીત થઈ છે.
રામમંદિર પર અધ્યાદેશ લાવાના સવાલ પર તેઓએ કહ્યું કે આ સભામાં આ પ્રકારની કોઈ વાત ચીત થઈ નથી. પણ મોહન ભાગવતે આશા વ્યક્ત કરી છે કે 2019ની ચૂંટણી પહેલા રામ મંદિરનું નિર્માણ શરૂ થઈ જશે.
ધર્મ સભામાં રામમંદિરના મુદ્દાની સાથે-સાથે ધર્માંતરણના મુદ્દા પર પણ ખુલીને ચર્ચા થઈ. જો કે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી હાર્યા બાદ હવે બીજેપી રામમંદિરના મુદ્દે ફુંકી-ફુંકીને રણનીતિ બનાવવામાં લાગી છે જેથી તેનો ફાયદો 2019ની ચૂંટણીમાં મળી શકે.