નવી દિલ્હીઃ ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ પ્રમુખ સામ પિત્રોડા તરફથી એર સ્ટ્રાઈક પર ઉઠાવાયેલા સવાલો પર ભાજપ અધ્યક્ષ અમિત શાહે નિશાન સાધ્યું છે. શનિવારે શાહે પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું- સામ પિત્રોડાનું નિવેદન દુઃખદ છે. કોંગ્રેસ શહીદોના લોહી પર રાજનીતિ કરે છે. પિત્રોડાના નિવેદન પર તેમણે દેશની માફી માંગવી જોઈએ.
ચૂંટણી આવતા જ વોટ બેંકની રાજનીતિ કરે છે કોંગ્રેસ
શાહે કહ્યું, 'જ્યારે દેશની જનતા આતંકવાદથી હતાહત થાય છે તો શું અમે વાતચીત કરીએ, શું કોંગ્રેસ અધ્યક્ષ તેનાથી સહેમત છે. કોંગ્રેસ દર વખતે ચૂંટણી આવતા જ તૃષ્ટિકરણ અને વોટ બેંકની રાજનીતિ કરે છે. આ તેમની પરંપરા છે.
ઘણા વર્ષોથી કોંગ્રેસે આનું બીજ વાવ્યુ છે. શું વોટ બેંકની રાજનીતિ શહીદો પર થઈ શકે છે. કોંગ્રેસ નેતાના આ નિવેદનથી શહીદોનું અપમાન થયુ. સુરક્ષા પર સવાલ ઉભા થયા અને આતંકીઓનું મનોબળ વધ્યુ છે.'
વિવાદિત નિવેદન આપનારાઓનું કંઈ નથી થતુ
શાહે આગળ કહ્યું, 'તમે ભારતીય વાયુસેનાની ક્ષમતાઓ પર સંદેહ કરો છો. શું કોંગ્રેસ અધ્યક્ષ તેના પર જવાબ આપશે. સર્જિકલ સ્ટ્રાઈક વખતે કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું હતુ કે તમે લોહીની દલાલી કરો છો. હવે એરસ્ટ્રાઈક પર સવાલ ઉઠાવો છો, આખરે કોની મદદ કરવા માંગો છો. '
જેએનયૂમાં દેશવિરોધી નારેબાજી પર તેમની સાથે ઉભા થઈ જાઓ છો. કોંગ્રેસે પિત્રોડાના નિવેદનથી કિનારો કરી લીધો. પરંતુ તેમના નેતા સતત વિવાદિત નિવેદનો આપે છે. તેમના વિરુદ્ધ કંઈ નથી થતુ, વોટ મેળવવા માટે રાજનીતિ કરતા રહ્યા. તે કોંગ્રેસ અધ્યક્ષની આસપાસ ફરતા રહે છે. આ પ્રકારે તો આ સહેમતિ છે. કોંગ્રેસ અધ્યક્ષે માફી માંગવી જોઈએ.'