સમાજવાદી પાર્ટીના નેતા અને પૂર્વ મંત્રી આજમ ખાનના નિવેદન પર વિવાદ ગરમાયો છે. હવે રામપુર લોકસભા સીટ પરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહેલા જયા પ્રદાએ પોતે આઝમ ખાનની ટિપ્પણીનો જવાબ આપ્યો છે. જયા પ્રદાએ આઝમ ખાને પૂછ્યુ કે, શું તેમના ઘરમાં માં કે પત્ની નથી, જે આ પ્રકારના નિવેદનો આપી રહ્યા છે. સાથે જ જયા પ્રદાએ એ પણ કહ્યું છે કે તે આઝમ ખાનની આવી ટિપ્પણીઓથી ડરીને રામપુર છોડવાના નથી.
રામપુર લોકસભા સીટ પરથી સપાની ટિકિટ પર ચૂંટણી લડી રહેલા આઝમ ખાને પોતાના પ્રતિદ્વંદી ભાજપના ઉમેદવાર જયા પ્રદાને લઈ વ્યક્તિગત ટિપ્પણી કરી હતી. આઝમ ખાનની આ ટિપ્પણીની ચોતરફ ટીકા થઈ રહી છે, જ્યાર બાદ હવે જયા પ્રદાએ પોતે તેમને જવાબ આપ્યો છે.
જયા પ્રદાએ કહ્યું છે કે આઝમ ખાને જે શબ્દ તેમના માટે કહ્યા છે, તે પોતાની મોઢેથી કહેવા પણ નથી માંગતા અને કહી પણ નહીં શકે. જયા પ્રદાએ આઝમ ખાનની ટીકા કરતા કહ્યું કે આ વ્યક્તિ સુધરવાના નથી અને આ વખતે તો હદ જ પાર કરી દીધી છે.
એટલું જ નહીં, જયા પ્રદાએ એ પણ સવાલ કર્યો કે મહિલાઓને લઈ એવી ટિપ્પણી કરનારા આઝમ ખાનના ઘરમાં શું માં કે પત્ની નથી. તેઓએ કહ્યું કે શું આઝમ ખાન પોતાના ઘરની મહિલાઓ માટે પણ આવાજ નિવેદન આપશે. એવુ કહેતા જયા પ્રદાએ આઝમ ખાન સાથે પોતાના તમામ સંબંધોને પુરા કરવાની પણ જાહેરાત કરી દીધી છે.
જયા પ્રદાએ કહ્યું કે, આ વખતે આઝમ ખાને હદ પાર કરી દીધી છે. હવે તેમની સાથે મારો કોઈ સંબંધ નથી અને જે પ્રકારે આઝમ ખાન વ્યવહાર કરી રહ્યા છે, રામપુરની પ્રજા તેમને માફ નહીં કરે.