પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે ઓડિશાના બારીપદા રેલીમાં કોંગ્રેસની સાથે-સાથે નવીન પટનાયક સરકાર પર પણ તીખા પ્રહારો કર્યા.. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે. યુપીએ સરકારના શાસન વખતે અનેક ફાઈલો વચેટીયાઓ દ્વારા પહોંચી હતી..
વીવીઆઈપી હેલિકોપ્ટર કૌભાંડ મામલે પ્રધાનમંત્રી એ કહ્યું કે કોંગ્રેસે તેમના શાસન સમયે સરકાર ચલાવી હતી કે મામા મિશેલનું દરબાર ચલાવ્યું હતું.
પ્રધાનમંત્રીએ વધુમાં કહ્યું કે અમારી સરકાર દેશના જવાનોને કાવતરાના ચુંગલમાંથી બહાર કાઢવાનું કામ કરી રહી છે. તેથી તેમની સરકાર કોંગ્રેસને આંખમાં કણાની જેમ કુંચે છે. તેનું જ આ કારણ છે કે `ચોરોની જમાત’ ને `ચોકિદાર’ રસ્તાના કાંટાની જેમ કુંચે છે.
`કોંગ્રેસના શાસનમાં સેનાને કમજોર કરવાનું કાવતું’
પ્રધાનમંત્રીએ કહ્યું કે 2004 થી લઈને 2014 વચ્ચે સેનાને કેવી રીતે કમજોર કોંગ્રેસની સરકારે કરી તે દેશવાસીઓ હવે સમજી ગયા છે..તેથી હવે અમારી સરકાર કાવતરાના ચુંગલમાથી જવાનોને બહાર લાવે છે. ત્યારે અમે તેમને કાંટાના જેમ કુંચી રહ્યા છીએ.. જોકે કોંગ્રેસે એ વાત ભુલવી જોઈએ કે આ ચોકિદાર સામે તેમના કાવતરા નહી ચાલે.
કાયદો કોઈને નહી છોડે
પ્રધાનમંત્રીએ કહ્યું કે વચેટીયાઓના હિતની રક્ષમાં જે-જે લોકોએ ભુમીકા અદાકરી છે તેનો હિસાબ તપાસ એજન્સી કરશે. પ્રધાનમંત્રીએ વધુમાં કહ્યું કે અમારી સરકાર દેશ હિત માટે જ મોટા મોટા નિર્ણયો પણ લે છે.. જેને જનતા હવે સમજે છે.
રાફેલ વિવાદ મામલે સંસદમાં રક્ષા મંત્રી નિર્મલા સિતારમણે આપેલા નિવેદનને પ્રધાનમંત્રીએ જાહેરમાં બિરદાવ્યું હતું. અને તેમને રજૂ કરેલા રિપોર્ટની સરાહના પણ કરી હતી.
ઓડિશા સરકાર પર પ્રહાર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહિલા સશક્તિકરણ મુદ્દે ઓડિશાના નવીન પટનાયક સરકારને પણ આડે હાથ લીધા હતા. અને તીખા પ્રહારો તેમની કાર્યશૈલી પર કર્યા હતા..પ્રધાનમંત્રીએ જણાવ્યું કે મહિલા સશક્તિકરણ પાછળ કેન્દ્રસરકાર જે પ્રયાસો કરે છે..તેનો લાભ ઓડિશા સરકાર નથી લેતી..પ્રધાનમંત્રીએ કહ્યું કે ઓડિશામાં દિકરીઓની સુરક્ષા અને સ્વાસ્થનો રેકોર્ડ પણ સારો નથી.