2019ની લોકસભા ચૂંટણીમાં એનડીએ 300થી વધારે સીટો જીતી ફરીથી સત્તામાં વાપસી કરશે. નાગરિકોએ 30 વર્ષ બાદ પૂર્ણ બહુમત વાળી સરકાર પસંદ કરી છે. જનમાનસ હવે દેશને અસ્થિરતા તરફ લઈ જવા નથી ઈચ્છતુ.
આ વાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક ખાનગી ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં કહી. તેઓએ કહ્યું કે વિપક્ષનું ગણિત ફેલ થઈ ગયુ છે. લોકોએ મન બનાવી લીધુ છે, ફરીથી એનડીએ સરકાર બનશે અને પૂર્ણ બહુમતની સરકાર બનશે. 30 વર્ષની અસ્થિરતા બાદ હવે દેશ સ્થિરતા ઈચ્છે છે.
દેશને પૂર્ણ બહુમતની સરકાર જોઈએ. તેઓએ કહ્યું કે, પાંચ વર્ષમાં અમે એટલા માટે સારુ કરી શક્યા છીએ કેમકે અમને દેશની જનતાએ બહુમત આપી છે. આજે વિશ્વ પટલ પર પણ પૂર્ણ બહુમતથી આવેલા રાજનેતાને દુનિયા બીજા દ્રષ્ટીકોણથી જોવે છે.
પુલવામા હમલા વિશે પુછતા તેઓએ કહ્યું કે, તે સમયે ઉત્તરાખંડના પ્રવાસ પર હતા. જ્યારે આ ઘટના બની તો તે સમયે ત્યાં ભારે વરસાદ થઈ રહ્યો હતો. રેલી સ્થળ પર વરસાદના કારણે મારુ જવુ સંભવ નહોતુ.
માટે મે ફોન પર રેલીને સંબોધિત કરી. એવામાં સંવેદનશીલ મામલાને તત્કાલ સાર્વજનિક રીતે નહોતો બોલી શકાતો, માટે મે તેનો ત્યાં ઉલ્લેખ નથી કર્યો.