કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ત્રણ રાજ્યોમાં જીત બાદ સ્વીકાર્યું કે નેતાઓ વચ્ચે તણાવ બાદ પણ સૌ એક સાથે મળીને ચાલ્યા. તે આ વાત માટે પણ આશ્વસ્ત છે કે મુખ્યમંત્રીની પસંદગી સરળતાથી થઈ જશે.
તદ્દપરાંત મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં નેતાઓના સમર્થક ખુલીને આમને-સામને ઉભા છે. કોંગ્રસ અધ્યક્ષે હમણા એક-બીજા સાથે બેસીને નક્કી કરવા માટે કહ્યું છે. રાજ્યોમાં બુધવારે ધારાસભ્ય દળોની બેઠક બોલાવવામાં આવી છે જ્યાર બાદ જ સાચી તસ્વીર સાફ થશે.
છત્તીસગઢમાં ભારે બહુમત મેળવનારી કોંગ્રેસે ત્યાં કોઈને સીએમ પદના ઉમેદવાર તરીકે રજૂ નહોતા કર્યા અને ન મધ્યપ્રદેશ અને રાજસ્થાનની જેમ ત્યાં સ્વયંભૂ સીએમ ઉમેદવાર હતા. રાજ્યમાં સંગઠન ઉભુ કરનારા પ્રદેશ અધ્યક્ષ ભૂપેશ બઘેલ મજબૂત દાવેદાર બનીને ઉભર્યા છે.
જો કે કોંગ્રસે મોદી લહેરમાં રાજ્યમાંથી જીતીને આવેલા એકમાત્ર સાંસદ તામ્રધ્વજ સાહુને અંતિમ સમયના ઉમેદવાર બનાવીને મેસેજ આપવાનો પ્રયત્ન કર્યો. સાહૂ અનુભવી છે અને રાહુલ ગાંધીએ તેમને વિધાનસભા ચૂંટણીમાં ઉતાર્યા હતા તેથી પાર્ટી તેને સંકેત માની રહી છે.
રાજસ્થાનમાં કોંગ્રેસે કોઈ પ્રકારે બહુમતનો જાદુઈ આંકડા તો પ્રાપ્ત કર્યો પણ મજબૂતીથી સરકાર ચલાવવા માટે નાના દળો કે અપક્ષ ધારાસભ્યોને પણ સાથે લેવા ઈચ્છશે.
અશોક ગેહલોતને જૂનો અનુભવ છે અને જીતીને આવનારા અન્ય ધારાસભ્યોમાં ઘણા કોંગ્રેસના બાગી છે. સૂત્રોની માનીએ તો પોતાના દાવો મજબૂત કરવા માટે ગેહલોતે તેમનો સંપર્ક પણ સાધી લીધો છે.
બીજી તરફ પ્રદેશ અધ્યક્ષ સચિન પાયલટ છે જે લાંબા સમયથી રાજ્યમાં કોંગ્રેસની જમીન તૈયાર કરવામાં લાગ્યા હતા. બંન્ને નેતા રાહુલના નજીકના છે અને કસોટી પર ખરા ઉતર્યા છે. જેથી રાહુલનો પ્રયત્ન આ નેતાઓ વચ્ચે આપસી તાલમેલથી સમાધાન કાઢવાનો છે.
તદ્દપરાંત બંન્ને મજબૂતીથી પોત-પોતાના દાવા પર અડેલા છે. મંગળવારે સાંજે જયપુરમાં પ્રભારી અવનાશ પાંડેયે બંન્ને નેતાઓ સાથે બેઠક પણ કરી પણ પરિણામ વિહોણી રહી.
મધ્યપ્રદેશમાં પરિણામોની તસ્વીર વધુ ધૂંધળી છે અને ભાજપા ત્યાં સરકાર બનાવવાની તક શોધી રહી છે. જેથી આપસી ધણાસાણ પહેલા કોંગ્રેસના પ્રયત્નો રાજ્યમાં પોતાનું અંકગણિત મજબૂત કરવાના છે.
કમલનાથને રાહુલે દિલ્હીથી મધ્યપ્રદેશ મોકલ્યા તો તે હેતુથી હતા કે છેલ્લી રાજનીતિક ઈનિંગ રાજ્યમાં જ રમીએ પણ જ્યોતિરાદિત્ય સિંધિયા છેલ્લી વિધાનસભા ચૂંટણીથી એવી આસમાં છે કે તેમને કમાન સોંપવામાં આવે.
હમણા દિગ્વિજય સિંહનું સમર્થન કમલનાથની સાથે અને રાજ્યના કેટલાક અન્ય મોટા નેતા પોતે ચૂંટણી હારી ચુક્યા છે જેથી બહુમત પ્રાપ્ત કરવાના ખેલમાં પાર્ટી કમનાથને સારા માનીને ચાલી રહી છે.
બુધવારે મધ્ય પ્રદેશના ધારાસભ્યોની પણ બેઠક બોલાવવા માટે કહેવામાં આવ્યું છે જેમાં દિલીહથી કેટલાક વરિષ્ઠ નેતાને પણ મોકલવામાં આવી શકે છે.