લોકસભા ચૂંટણીમાં જીત મેળવવા માટે યુવા વોટરો પર દરેક લોકોની નજર છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારે મહારાષ્ટ્રના પુણેમાં વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો. આ દરમિયાન ઘણા વિદ્યાર્થીઓએ રાહુલ ગાંધીને ખુલીને સવાલ કર્યા. એક વિદ્યાર્થીએ રાહુલ ગાંધીને પૂછ્યુ છે કે, ન્યાય યોજનાનું ફંડ ક્યાંથી આવશે. તેઓએ કહ્યુ કે, અમે નીરવ મોદી, અનિલ અંબાણી, મેહુલ ચોક્સી અને વિજય માલ્યા પાસેથી પૈસા લઈને ગરીબોને આપશે.
હકીકતમાં, એક વિદ્યાર્થીએ રાહુલ ગાંધીને સવાલ કર્યો હતો કે, તમે 20 ટકા ગરીબોને 72 હજાર રૂપિયા વર્ષે આપવાનો વાયદો કર્યો છે. તેના માટે પૈસા ક્યાંથી આવશે, રાહુલે કહ્યું કે, અમે નીરવ મોદી, મેહુલ ચોક્સી, વિજય માલ્યા, અનિલ અંબાણી પાસેથી પૈસા લાવીશું. કોઈ મીડલ ક્લાસ માટે ટેક્સ નહીં વધારીએ.
રાહુલ બોલ્યા કે અમે પુરો હિસાબ લગાવી લીધો છે, પૈસા ક્યાંથી આવવાના છે અને કેવી રીતે વહેંચાવાના છે. પહેલા પાયલટ પ્રોજેક્ટ હશે અને ત્યાર બાદ આખા દેશમાં લાગુ કરવામાં આવશે.
રોજગાર વિશે રાહુલ ગાંધીએ કહ્યું કે, આજે આપણા દેશમાં 27 હજાર નોકરીઓ દર 24 કલાકમાં ખોવામાં આવી રહી છે, જ્યારે ચીન સતત પોતાના દેશમાં રોજગાર પેદા કરી રહ્યુ છે. આપણા ત્યાં સ્કિલને મહત્વ નથી આપવામાં આવતુ. વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરતી વખતે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યુ.