પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે બનારસમાં 15માં પ્રવાસી ભારતીય દિવસનું ઔપચારિક ઉદ્ધાટન કરશે. તેઓ 150 થી વધુ દેશોના 5 હજાર પ્રવાસી ભારતીયોના નવા ભારતના નિર્માણમાં તેમનો સહયોગ અને ભૂમિકા જણાવશે.
આ કાર્યક્રમમાં પ્રવિંદ જગન્નાથ મુખ્ય અતિથિ છે. જેમની સાથે પ્રધાનમંત્રી દ્વિપક્ષીય ચર્ચા પણ કરશે. આ કાર્યક્રમ દરમિયાન સાંસદ અને અભિનેત્રી હેમા માલિની નૃત્યનાટિકા પણ રજૂ કરશે.
પ્રવાસી ભારતીય દિવસ નિમીતે મોરેશિયસની લેખિકા રેશમી રામધોનીના પુસ્તક `પ્રાચીન ભારતની સંસ્કૃતિ' અને `નાગરિકતા' નું વિમોચન પણ કરવામાં આવશે.
Advertisement
ઉલ્લેખનિય છે કે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપઈએ પ્રવાસી ભારતીય દિવસનું આયોજન વર્ષ 2003માં કર્યું હતું.
Advertisement