અમદાવાદઃ અમદાવાદના પાલડીમાં આવેલા વણિકર ભવનને લઇને વિશ્વ હિંદુ પરિષદ અને આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ વચ્ચે વિવાદ વધ્યો છે. વણિકર ભવન પર કોનો હક છે અને તે કોની માલિકીનો છે તેને લઇને ગુજરાત હાઇકોર્ટ નક્કી કરશે. વિશ્વ હિંદુ પરિષદના ઉત્તર ગુજરાત વતી રણછોડ ભરવાડે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી છે અને તેમાં વણિકર ભવનની માલિકી માટેનો દાવો રજૂ કર્યો છે. જેને લઇને જસ્ટિસ સોનિયાની કોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ હતી.
સુનાવણી દરમિયાન હાઇકોર્ટે રાજ્ય સરકાર, ડીજીપી, ગૃહ મંત્રાલય, પોલીસ કમિશનર અને ઝોન સાતના ડીસીપી સહિતના પક્ષકારોને નોટિસ પાઠવી ખુલાસો માંગવામાં આવ્યો છે. નોંધનીય છે કે પ્રવીણ તોગડિયાએ જ્યારથી આંતરાષ્ટ્રીય હિંદુ પરિષદની સ્થાપના કરી ત્યારથી વિવાદમાં રહ્યા છે. બે દિવસ અગાઉ વણિકર ભવનને લઇને વીએચપી અને એએચપીના કાર્યકરો સામસામે આવી ગયા હતા અને પાલડીના વણીકર ભવન પર પોતાનો કબ્જો હોવાની રજૂઆત કરી હતી.
વીએચપી અને આરએસએસના કાર્યકરોએ વણિકર ભવનમાં પ્રવેશી ગેરકાયદે કબજો લેવાનો પ્રયાસ કરતા પોલીસ બોલાવવી પડી હતી. વીએચપીનાં કાર્યકર્તાઓએ પોલીસને ફરિયાદકરી હતી કે અહીં પ્રવિણ તોગડિયાનાં કાર્યકર્તાઓ અહીં રાજનૈતિક કામ કરી રહ્યાં છે.વીએચપીના ટ્રસ્ટીએ કહ્યું હતું કે, અમારા ટ્ર્સ્ટમાં એક કાયદો છે કે તમે તેના સ્થાનમાં કોઇ રાજનૈતિક ગતિવિધિઓ કરી ના શકો તેમ છતાં પ્રવિણ તોગડિયાનાંકાર્યકર્તાઓ અહી રહે છે અને રાજકીય કામો કરી રહ્યા છે. જેથી અમારી માંગણી હતી કે તેઓ અહીંથી ચાલ્યા જાય રહે છે જેઓ રાજનૈતિક કામ અહીં કરી રહ્યાં છે. જેથી અમારી માંગણીછે કે તેઓ આ ભવન છોડી દે.
તોગડિયાએ આરોપ લગાવ્યો હતો કે ભારતીય જનતા પાર્ટીની સરકારે પોલીસનો દૂરપયોગ કરીને અમદાવાદમાં આવેલા વણિકર ભવનનો કબજો કર્યો છે.સરકારે પોલીસનો દૂરપયોગ કરીને અમદાવાદમાં આવેલા વણિકર ભવનનો કબજો કર્યો છે.આ ટ્ર્સ્ટની બિલ્ડીંગનો કબજો કોર્ટ કમિશન અને કોર્ટનાં આદેશથી અમારી પાસે છે. હું માંગણી કરૂં છું કે તરત જ પોલીસ વણિકર ભવન ખાલી કરે.નોંધનીય છે કે પ્રવિણ તોગડિયાએ રાજકીય પાર્ટીની જાહેરાત કરી છે. આ પાર્ટીનું નામ હિન્દુસ્તાન નિર્માણ દળ’ રખાયું છે. પ્રવિણતોગડિયા અયોધ્યાથી લોકસભા ચૂંટણી લડે તેવી સંભાવના છે.