વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશની એક દિવસીય મુલાકાતે પહોંચી ચૂક્યા છે. મોદી આજે વારાણસી, કાનપુર, આગ્રા, નોઇડા અને ગાઝિયાબાદમાં ડઝનથી વધુ પ્રોજેક્ટનાં લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા હતા.
આજે સવારે લગભગ ૯-૦૦ વાગ્યે સ્પેશિયલ વિમાનથી તેઓ બાબતપુર એરપોર્ટ પર પહોંચ્યા હતા. ત્યાંથી હેલિકોપ્ટર દ્વારા પોલીસ લાઈન થઇને સડક માર્ગે વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરે ગયા હતા.
અહીં પીએમ મોદીએ અડધો કલાક પૂજા કરી હતી. ત્યાર બાદ નક્કી કરેલા સ્થાન પર પાવડાથી ખોદીને બહુ પ્રતિક્ષિત વિશ્વનાથ કોરિડોરનો શિલાન્યાસ કર્યો હતો.
Advertisement
બપોરે ૧-૧પ વાગ્યાની આસપાસ વડા પ્રધાન કાનપુરના ચકેરી એરપોર્ટ પહોંચ્યા હતા. અહીં તેમણે આવાસ યોજનાના પાંચ લાભાર્થીઓને આવાસની ચાવીઓ સોંપી હતી અને ત્યાર બાદ વિશાળ જનસભા સંબોધી હતી.
Advertisement