લોકસભા ચૂંટણીના પહેલા ચરણ માટે 11 એપ્રિલે થનારા મતદાન માટે ચૂંટણી પ્રચારના પડઘમ સાંજે પાંચ વાગ્યે શાંત થઈ ગયા. પહેલા ચરણમાં 20 રાજ્યોની 91 લોકસભા સીટો માટે મતદાન થશે. ચૂંટણી કમિશન દ્વારા પહેલા ચરણના મતદાન માટે 18 માર્ચે અધિસૂચના જાહેર થયા બાદ પ્રચાર અભિયાન જોર શોરથી શરૂ થઈ ગયો હતો. કમિશને 17મી લોકસભાના ગઠન માટે સાત ચરણમાં થનારા ચૂંટણીનો કાર્યક્રમ દસ માર્ચે જાહેર કરવામાં આવ્યો હતો.
કુલ 1279 ઉમેદવાર
ચૂંટણી કમિસનાના અનુસાર પહેલા ચરણ માટે આઠ એપ્રિલ સુધી ચૂંટણી મેદનમાં કુલ ઉમદવારોની સંખ્યા 1279 છે. આ ચરણ માટે નોમિનેશનની અંતિમ તારીખ 25 માર્ચ અને નામ પરત લેવાની અંતિમ તારીખ 28 માર્ચ હતી.
કમિશન દ્વારા અધિસૂચના અનુસાર પહેલા ચરણના મતદાનવાળી 91 સીટો પર સવારે સાત વાગ્યે મતદાન શરૂ થશે. તેમાંથી કેટલીક સીટો પર સાંજે ચાર વાગ્યા સુધી, કેટલીક પર પાંચ વાગ્યા સુધી અને કેટલીક સીટો પર 6 વાગ્યા સુધી મતદાન થશે.
નિર્વાચન નિયમોના અનુસાર મતદાન ખતમ થવાના સમયથી 48 કલાક પહેલા ચૂંટણીનો પ્રચાર થમી જાય છે. તે પ્રમાણે જે સીટો પર સાંજે ચાર વાગ્યા સુધી મતદાન છે, છ સીટો પર મંગળવાર સાંજે ચાર વાગ્યાથી પ્રચાર થમી ગયો. આ પ્રકારે પાંચ વાગ્યા સુધી મતદાનવાળી સીટો પર સાંજે પાંચ વાગ્યે અને જ્યા સાંજે છ વાગ્યા સુધી વોટિંગ થવાનું છે, ત્યાં પ્રચાર છ વાગ્યે થમી ગયો.