લોકસભા ચૂંટણીના સાત ચરણમાંથી પહેલા ચરણ માટે આજે વોટિંગ કરવામાં આવી રહ્યું છે. નાગપુરમાં સંઘ પ્રમુખ મોહન ભાગવત અને સરકાર્યવાહ ભૈયાજી જોષીએ પોતાનો મતાધિકારીનો પ્રયોગ કર્યો.
તેઓ સમય પહેલા જ મતદાન કેન્દ્ર પહોંચી ગયા હતા. પહેલા ચરણમાં 18 રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોની 91 સીટો પર વોટિંગ કરવામાં આવશે. કુલ 1279 ઉમેદવારો મેદાનમાં છે.
તેમનો નિર્ણય 14 કરોડ 20 લાખ 54 હજાર 978 મતદાતા કરશે. તેમાં 7 કરોડ 21 લાખ પુરષ મતદાતા, 6 કરોડ 98 લાખ મહિલા મતદાતા છે. તેમના માટે 1.70 લાખ મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યા છે.
Advertisement
પહેલા ચરણમાં 10 રાજ્યોની તમામ સીટો પર આજે મતદાન પુરુ થઈ જશે. જ્યારે, આંધ્રપ્રદેશ વિધાનસભાની તમામ 175, અરૂણાચલ પ્રદેશની તમામ 60, સિક્કિમની તમામ 32 અને ઓડિશાની 147માંથી 28 વિધાનસભા સીટો માટે ગુરુવારે જ વોટ નાખવામાં આવશે.
Advertisement