પાકિસ્તાને લોકસભા ચૂંટણી બાદ ભારત સાથે ફરીથી વાતચીત શરૂ થવાની આશા વ્યક્ત કરી છે. સાથે જ, આ વાતનો ઉલ્લેખ કર્યો કે વ્યવસ્થિત વાતચીત બંન્ને દેશોને પારસ્પરિક ચિંતાઓને સમજવા, ચાલી રહેલા વિવાદોનો હલ કરવા અને વિસ્તારમાં ટકાઉ શાંતિ તેમજ સુરક્ષા કાયમ કરવાના રસ્તે લઈ જશે.
પાકિસ્તાનના નિવર્તમાન ઉચ્ચાયુક્ત સોહેલ મહમૂદે એક સમાચાર એજન્સીને આપેલા એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે બંન્ને પડોસી દેશો વચ્ચે સંબંધોમાં સુધાર માટે કુટનીતિ તેમજ વાતચીત અનિવાર્ય છે. તેઓએ કહ્યું, 'અમે ભારતમાં ચૂંટણી બાદ ફરીથી વાતચીત શરૂ કરવાની આશા કરીએ છે.'
ઉલ્લેખનીય છે કે, પુલવામા આતંકી હમલા બાદ પાકિસ્તાનના બાલાકોટમાં 26 ફેબ્રુઆકીએ એક આતંકી ઠેકાણે ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવેલા હમલા અને તેના આગલા દિવસે જ પાકની જવાબી કાર્યવાહી બાદ બેન્ને દેશો વચ્ચે તણાવ વધી ગયો હતો.
Advertisement
Advertisement