ભારતના ઉપલા ગૃહ (રાજ્યસભા) અને નિચલા ગૃહ (લોકસભા)માં દેશના આર્થિક તેમજ સામાજીક વિકાસને લઈ ગંભીર ચર્ચાઓ થતી હોય છે.જોકે ભારતનું એ દૂરભાગ્ય છે કે. ઈલેક્ટેડ સાંસદો સંસદની ગરીમાં વધારવાને બદલે હાસ્યમાં ધકેલી રહ્યા છે.
અગાઉ કેટલાક સાંસદો જપ્પી મારતા, છુટ્ટા હાથની મારામારી કરતા, કાગળના પ્લેન ઉડાવતા અને આંખ મારતા પણ નજરે ચઢ્યા છે. તેવામાં ચંદિગઢના સાંસદ કિરણ ખેર પણ આ તમામ સાંસદોની લિસ્ટમાં હવે આવી ગયા છે.
Hello BJP,
— Priyanka Chaturvedi (@priyankac19) January 10, 2019
Advertisement
મંગળવારે લોકસભામાં પછાત સવર્ણોને 10 ટકા અનામત આપવા મામલે ગંભીર ચર્ચાઓ ચાલી રહી હતી. જેની નોંધ સમગ્ર દેશ લઈ રહ્યું હતું. ત્યારે ફિલ્મી સ્ટૂડિયોથી સાંસદની સીડી પહોંચેલા સાંસદ કિરણ ખેર કાંઈક અલગ જ હરકતો કરતા નજરે ચઢ્યા.
સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં કિરણ ખેર મજાક મસ્તી કરતા, અજબ ગજબ એક્શનો દર્શાવતા અને સાડીનું માર્કેટિંગ આંખોના ઈશારે કરતા નજરે ચઢ્યા હતા. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. જે જોઈ દેશભરના નાગરીકો સાંસદ કિરણ ખેર ને `ધ એક્સિડેન્ટલ MP' કહી રહ્યા છે.