સામાન્ય બેઠકો પર, બંને પક્ષો દ્વારા જાતિના આધારે 75 ટકા ટિકિટ આપવામા આવી છે. કોંગ્રેસે એક તો ભાજપે છ મહિલાઓને ટિકિટ આપી છે. કોંગ્રેસે હાલના નવ ધારાસભ્યોને લોકસભાની ટિકિટ આપી છે, જ્યારે ભાજપે હાલના ત્રણ વિધાયકોને ટિકિટ આપી છે. ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો છે. મહત્વનુ છે કે 2014 ની ચૂંટણીમા બધી જ બેઠકો પર ભાજપે જીત મેળવી હતી.
આ વખતે 18 વર્ષથી વધુ ઉંમરના 10 લાખ યુવાનો પ્રથમ વખત મતદાન કરશે. પરંતુ ભાજપ અને કૉંગ્રેસે 40 વર્ષથી ઓછી વય ધરાવતા ત્રણ ઉમેદવારોને ટિકિટ આપી છે. કચ્છના ભાજપના વિનોદ ચાવડા (40), કૉંગ્રેસના નરેશ મહેશ્વરી (51), જુનાગઢથી ભાજપના રાજેશ ચુડાસમા (36), અને કોંગ્રેસના પૂજા રાજવંશ (58). અમદાવાદમાં કોંગ્રેસે ગીતા પટેલને તક આપી છે.
26 બેઠકોમાંથી 20 બેઠક સામાન્ય છે. ભાજપે 15 અને કૉંગ્રેસે 13 બેઠકોમાં જાતિના આધારે આપી છે. સાબરકાંઠા, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ખેડા, ભરૂચ, નવસારી, બનાસકાંઠા, પોરબંદર, પંચમહાલ, આનંદ, પાટણ, જુનાગઢ અને મહેસાણા આ બેઠકોનો સમાવેશ થાય છે. તો 15 બેઠકો પર જાતિના આધારે ચૂંટણી યોજાશે
ભાજપમા 6 – કોંગ્રેસમા 1 મહિલા ઉમેદવારની ટક્કર થશે પુરૂષો સામે
બેઠક ભાજપ કોંગ્રેસ
ભાવનગર ભારતીબેન શિયાણા મનહર પટેલ
જામનગર પૂનમ માડમ મુલભાઇ કાંદોરિયા
વડોદરા રંજનબેન ભટ્ટ પ્રશાંત પટેલ
સુરત દર્શન જરદોશ અશોક અધેવાલ
છોટા ઉદેપુર ગીતાબેન રાઠવા રણજીત સિંહ રાઠવા
મહેસાણા શારદાબેન પટેલ એ જે પટેલ
ભાજપે કુલ 6 મહિલા ઉમેદવારોને ટિકિટ આપી છે. તો બીજી તરફ, કૉંગ્રેસે અમદાવાદ-પૂર્વ સીટમાં ગીતા પટેલને ફક્ત એક મહિલા ઉમેદવાર તરીકે ઉભા કર્યા છે.