દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે સીબીઆઈ અને ઈડી દ્વારા આઈઆરસીટીસી કૌભાંડમાં દાખલ બે કેસમાં રાષ્ટ્રીય જનતા દળ (રાજદ) પ્રમુખ લાલુ પ્રસાદને ગુરુવારે 19 જાન્યુઆરી સુધી કામચલાઉ જામીન આપ્યા.
વિશેષ ન્યાયાધીશ અરૂણ ભારદ્વાજે રાંચી જેલમાંથી વીડિયો કોન્ફરન્સિંગ મારફતે કોર્ટમાં રજુ થયેલા પ્રસાદને વચગાળાની રાહત આપી. ઘાસચારા કૌભાંડ મામલે જેલમાં બંધ લાલુ સ્વાસ્થ્ય કારણોસર કોર્ટમાં આવવા માટે સક્ષમ નહોતા, માટે તે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે રજૂ થયા.
અહીં એ જાણવું જરૂરી થઈ જાય છે કે લાલુ યાદવ પહેલાથી જ ઘાસચારા કૌભાંડ મામલે રાંચીમાં સજા કાપી રહ્યા છે. હમણા સ્વાસ્થ્ય સારુ ન હોવાના કારણે તે રાંચીની હોસ્પિટલમાં ભરતી છે.
કોર્ટે સીબીઆઈ અને ઈ઼ડીને નિર્દેશ આપ્યો છે કે બંન્ને મામલે પ્રસાદની જામની અરજી પર પોતાનો જવાબ આપે. આ મામલો આઈસીઆરસીટીસીના બે હોટલોની દેખરેખની જવાબદારી પ્રાઈવેટ ફર્મને સોંપવામાં થયેલી અનિયમિતતાઓ સાથે જોડાયેલો છે.
પટિયાલા હાઉસ કોર્ટે આરસીટીસી કૌંભાડ મામલે થનારી સુનાવણી 19 જાન્યુઆરી 2019 સુધી મુલતવી કરી દીધી છે. જ્યારે લાલુ પ્રસાદને આ કેસમાં જામીન આપવા મામલે સવારે 11 વાગ્યે સુનાવણી થઈ જેમાં તેમને કોર્ટમાં વચગાળાના જામીન આપવામાં આવ્યા છે. તેમની સુનાવણી વીડિયો કોન્ફ્રેન્સિંગ દ્વારા એક અલગ રૂમમાં થઈ.