પ્રધાનમંત્રી શેખ હસીનાની પાર્ટી અવામી લીગે રવિવારે થયેલી સામાન્ય ચૂંટણીમાં સતત ત્રીજી વાર શાનદાર જીત મેળવી છે. પરિણામોને નકારી વિપક્ષી ગઠબંધનોએ નવી રીતે ચૂંટણી કરાવવાની માંગ કરી છે. આ પહેલા મતદાન દરમિયાન દેશના વિભિન્ન ભાગોમાં ચૂંટણી સાથે જોડાયેલી હિંસામાં ઓછામાં ઓછા 17 લકો મૃત્યુ પામ્યા હતા.
મીડિયામાં આવેલી ખબરો અનુસાર સત્તારૂઢ અવામી લીગની નેતૃત્વવાળી ગઠબંધને 300 સભ્યોની સદનમાં 260થી વધારે સીટો પર જીત નોંધાવી છે.
ખાનગી ટીવીએ 300માંથી 299 સીટોના પરિણામ દેખાડ્યા. સત્તારૂઢ અવામી લીગના નેતૃત્વવાળા મહાગઠબંધને 266 સીટો જીતી જ્યારે તેની સહયોગી જાતીય પાર્ટીએ 21 સીટો પ્રાપ્ત કરી. વિપક્ષી નેશનલ યૂનિટી ફ્રન્ટ (યૂએનએફ)ને ફક્ત સાત સીટો પર જીત મળી. યૂએનએફમાં બીએનપી મુખ્ય ઘટક હતી.
સ્થાનીક મીડિયાના અનુસાર અપક્ષ ઉમેદવારોને બે સીટો પર સફળતા મળી. એક ઉમેદવારનું મૃત્યું થઈ જવાના કારણે એક સીટ પર ચૂંટણી સ્થગિત કરી દેવામાં આવી હતી.
ચૂંટણી કમિશને દક્ષિણ પશ્ચિમ ગોપાલગંજ સીટના સમગ્ર પરિણામોની ખાતરી કરી. ત્યાં પ્રધાનમંત્રી શેખ હસીનાએ બે લાખ 29 હજાર 539 મતોથી જીત નોંધાવી, જ્યારે વિપક્ષી બીએનપીના ઉમેદવારને માત્ર 123 વોટ મળ્યા.