ગાંધીનગરઃ લોકસભા ચૂંટણી ગુજરાતના રાજકારણમાં ઉથલપાથલ સર્જાઇ છે. કોંગ્રેસના બે ધારાસભ્યો ગઇકાલે ભાજપમાં જોડાયા હતા. ત્યારે આજે રાજભવન ખાતે નવા મંત્રીઓની શપથવિધિ યોજાઇ હતી. જેમાં ત્રણ નેતાઓને મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યા છે. જેમાના જવાહર ચાવડાને રૂપાણી સરકારે કેબિનેટ મંત્રી તરીકે શપથ લેવડાવ્યા છે. જ્યારે યોગેશ પટેલ અને ધર્મેન્દ્રસિંહ જાડેજાએ રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા હતા. મહત્વનું છે કે, આ શપથવિધિમાં રાજ્યપાલ ઓ.પી.કોહલી, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને મંત્રીમંડળના સભ્યો પણ હાજર રહ્યા હતા.
આ દરમિયાન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, મંત્રીમંડળમાં 3 મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં એક કેબિનેટ મંત્રી અને બે રાજ્યમંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, હાલ નેતાઓને માત્ર ખાતા જ સોંપવામાં આવ્યા છે તેમને વિભાગની ફાળવણી સીએમ રૂપાણી દ્વારા આગામી દિવસોમાં કરાશે. તેમણે કહ્યું કે, હજુ પણ મંત્રીમંડળમાં જગ્યા છે, જેથી જરૂર પડશે ત્યારે મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવશે.
કેબિનેટ મંત્રી
1.જવાહર ચાવડા
રાજ્ય કક્ષાનાં મંત્રી
1. યોગેશ પટેલ
2. હકુભા(ધર્મેન્દ્રસિંહ) જાડેજા