રાફેલ ડીલ સરકારનો પીછો છોડવાનું નામ જ નથી લેતી. અલબત્ત તેને આ મામલે દેશની સર્વોચ્ચ અદાલતમાંથી ક્લિનચીટ મળી ગઈ છે પણ વિપક્ષ તેને સતત ઘેરી રહ્યું છે. આ વચ્ચે એક રિપોર્ટ આવી છે કે સરકારે ફ્રાન્સ પાસેથી ફક્ત 36 લડાકુ વિમાનોનો સોદો કર્યો જ્યારે સૂચિત સંખ્યા 126 હતી.
પરંતુ સરકારે વિમાનોની સંખ્યાને ઓછી કરીને પ્રતિ વિમાનની કિંમતને 41 ટકા સુધી વધારી દીધી. મતલબ દરેક વિમાન હવે 41 ટકા વધારે કિંમતથી પ્રાપ્ત કરવામાં આવી રહ્યા છે. આ રિપોર્ટ દેશના એક પ્રતિષ્ઠિત સમાચાર પત્રની છે.
આ રિપોર્ટને એન રામે લખી છે જે પૂર્વ મુખ્ય તંત્રી હતા અને હવે તેઓ એ જ કંપનીના અધ્યક્ષ છે, જેમની પાસે સમાચાર પત્રની માલિકીનો હક છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અસલ ડીલમાં દસૉલ્ટ ભારતમાં બનનારા 13 વિમાનોની ડિઝાઈન અને વિકાસની ફી તરીકે એક વાર 1.4 બિલિયન યુરોની કિંમત વસૂલી રહ્યું હતુ. આ રકમને નવા સોદામાં વાતચિત કરીને 1.3 બિલિયન યૂરો પર લાવવામાં આવી.
જો કે આ રકમ ખુબ જ ઓછા વિમાનો માટે આપવામાં આવી રહી છે તો તેનો અર્થ એ છે કે પ્રતિ વિમાનની કિંમત જે પહેલા 11.11 મિલિયન યૂરો હતી હવે વધીને 36.11 મિલિયન યૂરો થઈ ગઈ છે. તેના પરિણામસ્વરૂપ એનડીએ દ્વારા જે કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે તેમાં યુપીએની તુલનામાં પ્રતિ વિમાનની કિંમત 41 ટકા સુધી વધી ગઈ છે.
સત્તાવાર દસ્તાવેજોનો હવાલો આપતા આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મોદી સરકાર અંતર્ગત સાત સભ્યની ટીમમાંથી ત્રણ વ્યક્તિએ આ ડીલ મામલે આંગળી ઉઠાવી હતી કેમ કે તેમાં વિમાનની કિંમત ખુબ વધારે હતી.
જે લોકોએ ડીલ પર આપત્તિ વ્યક્ત કરી હતી તેમાં સંયુક્ત સચિવ અને સંપાદન વ્યવસ્થાપક(એર) રાજીવ વર્મા, નાણાકીય મેનેજર(એર) અજિત સુલે અને સલાહકાર (કૉસ્ટ) એમપી સિંહ સામેલ હતા. જો કે તેમની વાતને ભારતીય વાયુસેનાના ડેપ્યુટી એર સ્ટાફરના ચાર સભ્યોએ નકારી કાઢી હતી.
ટીમના ચાર સભ્યો ડીલના પક્ષમાં જ્યારે 3એ તેનો વિરોધ કર્યો હતો. માટે આ ડીલને મંજૂર કરી દેવામાં આવી. રક્ષામંત્રીના નેતૃત્વમાં સંરક્ષણ સંપાદન પરિષદે બહુમતને ધ્યાનમાં રાખીને આ સોદાને મંજૂરી આપી દીધી. ત્યાર બાદ તે કેન્દ્રીય મંત્રિમંડળની સુરક્ષા સમિતિ પાસે ગયા જ્યાંથી તેને લીલી ઝંડી મળી ગઈ.