કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરુવારે કેરળના વાયનાડમાં નોમિનેશન ફોર્મ ભર્યું. ત્યાર બાદ તેઓએ રોડ શો પણ શરૂ કર્યો. તેમાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પણ સામેલ થયા છે. વાયનાડમાં 23 એપ્રીલે મતદાન થશે. એનડીએએ અહીંથી તુષાર વેલાપલ્લીને ઉમેદવાર બનાવ્યા છે. રાહુલ પહેલી વાર બીજી સીટ પરથી લોકસભા ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસ અત્યાર સુધી 349 ઉમેદવારોના નોમની જાહેરાત કરી ચુકી છે.
ત્રણ રાજ્યોને જોડે છે વાયનાડની સરહદ
કોંગ્રેસ નેતા એકે એન્ટનીએ જણાવ્યુ કે, રાહુલે અમેઠી ઉપરાંત વાયનાડને પસંદ કરી છે, તેના ઘણા કારણો છે. એક તો એ છે કે, આ સીટ સાંસ્કૃતિક અને ભૌગોલિક રીતે ઘણી મહત્વની છે. બીજુ એ કે કેરળ, કર્ણાટક અને તમિલનાડુની સરહદને જોડે છે. એવામાં રાહુલનું અહીંથી ચૂંટણી લડવી એક પ્રકારે આખા દક્ષિણ ભારતનું પ્રતિનિધિત્વ હશે.
અમેઠીમાં ભાજપે ફરી સ્મૃતિને ઉતાર્યા
રાહુલ ઉત્તર પ્રદેશની અમેઠી લોકસભા સીટ પરથી 2004થી સતત ત્રણ વખત ચૂંટણી જીતતા આવ્યા છે. ભાજપે અમેઠીથી રાહુલ વિરુદ્ધ આ વખતે પણ કોન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાણીને ઉતાર્યા છે. 2014ની લોકસભા ચૂંટણીમાં રાહુલે તેમને 1.07 લાખ વોટોથી હરાવ્યા હતા. જો કે, રાહુલની જીતનું આ અંતર 2009ની તુલનામાં ઘણુ મહત્વનું હતુ. ત્યારે રાહુલ 3.70 લાખ વોટોથી જીત્યા હતા.